લદ્દાખ બોર્ડર પર ચીને ફરી એકવાર ભારતનો વિશ્વાસ તોડી પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું છે. ગલવાન ખીણમાં બરાબરની ખાધા બાદ હવે ચીન પાકિસ્તાનનો સાથ લેવા હવાતિયા મારવા લાગ્યું છે. ચીન-પાકિસ્તાન એમ બંને બાજુથી ભારતને ઘેરવાનો પ્રયાસ તેજ કરી દીધો છે. એક તરફ પાકિસ્તાને LoC નજીક PoKમાં 20 જવાનો ખડક્યા છે તો હવે ચીને પણ LAC પર 20 હજાર જવાનો તૈનાત કર્યા છે.
એટલુ જ નહીં ચીને શિનજિયાંગ પ્રાંતમાં પણ 10 થી 12 હજાર જવાનોને સ્ટેન્ડ બાય રાખ્યા છે જે જરૂર પડ્યે સત્વરે સરહદે પહોંચી શકે છે. બીજી બાજુ પાકિસ્તાને ગિલફિટ-બાલ્ટિસ્તાનમાં LoC નજીક અચાનક જ પોતાના 20 હજાર જવાનો મોકલ્યા છે.
લદ્દાખ બોર્ડર પર ચીન એક બાજુ ભારત સાથે વાત કરવાનો ઢોંગ કરી રહ્યા છે અને બીજી તરફ એલએસી પર 20 હજાર જવાનો તૈનાત કરી રહ્યુ છે. એટલુ જ નહીં શિનજિયાંગમાં પણ તેને 10થી 20 હજાનો ખડે પગે રાખ્યા છે. જે જરૂર પડતા તુરંત જ સરહદ પર લાવી શકાય.
જવાનોને બે ડિવીઝનમાં લગભગ 20 હજાર જવાનો છે. જેને એલએસીના ઈસ્ટર્ન સેક્ટરમાં તૈનાત કર્યા છે. તો વળી એક ડિવીઝનને પાછળ શિનજિયાંગમાં રાખ્યુ છે. આ વિસ્તાર લગભગ 1 હજાર કિમી દૂર છે. જો કે, ચીન તરફથી જમીન સમથળ છે એટલા માટે જવાન બસ 48 કલાકમાં જ સરહદ સુધી પહોંચી શકે છે. ભારત ચીનની ચાલ પર બાજનજર રાખી બેઠુ છે. ભારતના વિસ્તારમાં વધુ એક ડિવિઝન પર તૈનાતી માટે વિચાર કરી રહ્યુ છે. જાણવા મળ્યુ છે કે, ચીન ખાસ કરીને તિબ્બત વિસ્તારમાં ફક્ત બે ડિવીઝન તૈનાત રાખે છે. પણ ત્યાં પણ બે ડિવીઝન વધારાના રાખ્યા છે
ભારતીય જવાનોને પેટ્રોલિંગ કરતા રોકતુ ચીન
ગલવાનમાં PP 14 પાસે પણ પેગોંગ સરોવર અને ફિંગર એરિયામાં પણ ચીનના જવાનોની સંખ્યા વધી ગઈ છે. ફિંગર 8 વિસ્તારમાં પણ પોતાના વહીવટી બેઝ તૈયાર કરી રાખ્યા છે. જ્યાં ભારે વાહનો અને મોટી સંખ્યામાં હોડી તૈયાર રાખી છે. ફિંગર એરિયા ચીનમાં જવાનોની સંખ્યા 18 અને 19 મેના રોજ વધારવામાં આવી હતી જે લગભગ 2500 ચીની જવાનો ત્યાં પહોંચ્યા છે, જ્યારે ભારતના કુલ 200 જવાનો ત્યાં સરોવરના કિનારે તૈનાત છે. તો વળી ભારતીય જવાનોને પેટ્રોલિંગ કરવાથી પણ ચીન રોકવાના પ્રયાસો કરી રહ્યુ છે.
પાકિસ્તાન પણ તકનો લાભ ઉઠાવવાની તૈયારીમાં
ચીનની વચ્ચે ભારે તણાવની વચ્ચે મોકો જોઈ પાકિસ્તાને પણ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં LoC નજીક સેનાના બે ડિવીઝન તૈનાત કરી દીધા છે. પાકિસ્તાનેએલઓસી નજીક લગભગ 20 હજાર સૈનિકો ખડકી દીધા છે. આમ કરી પાકિસ્તાન ભારત પર દબાણ વધારવા માંગે છે.