હોસ્પિટલમાં માસ્ક પહોંચ્યા તો ખબર પડી કે આ તો ગેમ થઇ ગઇ, જે દેશને મિત્ર કહીને પાકિસ્તાન ગાજતું ફરતું હોય છે તે ચીને જ પાકિસ્તાન સાથે ક્રૂર મજાક કરી છે..
ચીને પાકિસ્તાનને ટોપ ક્વોલિટીના N-95 માસ્ક મોકલવાની વાત કહી હતી. જોકે જે માસ્ક ચીને મોકલ્યા તે પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટ પ્રમાણે અંડરવિયરમાંથી બનેલા હતા.
આ ન્યૂઝ રિપોર્ટ કરતી વખતે ચેનલની ન્યૂઝ એન્કર કહે છે કે ચીને ચૂનો લગાવી દીધો છે.
સિંધની પ્રાંત સરકારે માસ્ક તપાસ્યા વિનાજ હોસ્પિટલ મોકલ્યા હતા અને ત્યાં જ્યારે એ હકીકત સામે આવી કે તે અન્ડરવિયરમાંથી બનેલા છે, તો ખૂબ ફજેતી થઇ હતી.
રિપોર્ટ પ્રમાણે ચીને 2 લાખ ફેસ માસ્ક, 2000 N-95 માસ્ક, પાંચ વેન્ટિલેટર, 2000 ટેસ્ટીંગ કીટ અને 2000 સુરક્ષા માટેના કપડા મોકલ્યા હતા.
આ માલ ગત વર્ષે ચીનમાં નિર્માણ કરવામાં આવ્યો હતો. શનિવારે પાકિસ્તાનમાં કુલ 2686 કેસ નોંધાયા હતા.
પાકિસ્તાનની આર્મીએ લોકોને ઘરમાં રહેવા માટે અપીલ કરી છે. પંજાબમાં 920, સિંધમાં 783, ખૈબર પખ્તૂન્ખ્વામાં 311, બલોચિસ્તાનમાં 169, ગિલગિટ-બાલ્ટિસ્ટાનમાં 190, ઇસ્લામાબાદમાં 68 અને પીઓકેમાં 9 કેસ નોંધાયા છે.