ચીનના વુહાનથી શૉકિંગ તસવીરો વહેતી થઈ શું ચાઇના પાસે વેક્સિન આવી ગઈ ?
આખી દુનિયાને કોરોનાનો ચેપ લગાડનારા ચીનના વુહાનથી શૉકિંગ તસવીરો વહેતી થઈ છે. ત્યાંના એક અમ્યુઝમેન્ટ પાર્કમાં હજારો લોકોએ એક જ પૂલમાં નાહવા માટે ભેગાં મળીને પૂલપાર્ટી કરી હતી.
વધુ શૉકિંગ વાત તો એ હતી કે તેમાં નાહવા ભેગા થયેલા લોકોમાંથી કોઈએ માસ્ક પણ નહોતા પહેર્યા કે સોશિયલ ડિસ્ટિન્સિંગ વગેરેનું પણ કોઈ જાતનું પાલન કરવામાં નહોતું આવ્યું.
મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલાં વુહાનના ‘વુહાન માયા બીચ વૉટર પાર્ક’માં એક જાયન્ટ પૂલ પાર્ટી અને મ્યુઝિકલ શૉ રાખવામાં આવ્યો હતો.
તેમાં એક જ જાયન્ટ સ્વિમિંગ પૂલમાં લગભગ અડકી અડકીને બેઠેલા હજારો લોકોએ મ્યુઝિક કોન્સર્ટ માણ્યો હતો.
એક્ચ્યુઅલી, વુહાનના આ વૉટર પાર્કમાં છેલ્લા એક મહિનાથી મ્યુઝિક ફેસ્ટિવલ ચાલી રહ્યો છે, જે હજી 30 ઑગસ્ટ સુધી ચાલશે.
આ તસવીરો રિલીઝ થતાં જ સમગ્ર દુનિયામાં વાઈરલ થઈ ગઈ અને ચોમેરથી તેની સામે વિરોધનો વંટોળ ઊઠ્યો હતો.
પરંતુ ચીની સરકારના પ્રવક્તા જેવા ચાઈનીઝ સ્ટેટ મીડિયાએ આ પૂલ પાર્ટીની તરફેણ કરી છે. ‘ગ્લોબલ ટાઈમ્સ’એ ફ્રન્ટ પેજ સ્ટોરી બનાવીને લખ્યું છે
કે આ તસવીરો એ વાતની સાક્ષી છે કે કોરોના સામેની લડાઈ અમે જીતી ગયા છીએ અને જિંદગી ફરી પાછી પૂર્વવત્ થઈ ગઈ છે.
આ તસવીરો વિશે આપનું શું માનવું છે?