હાલમાં જ એક સમાચાર મળી રહ્યા છે ત્યારે ચીનમાં પૂરે હાહાકાર મચાવ્યો છે. કેટલાક દિવસોથી મધ્ય અને પૂર્વ ચીનના વિસ્તારો ભયંકર પૂરના સંકટથી ઘેરાયા છે. ચીનના મીઠા પાણીના સૌથી મોટા સરોવર પોયાંગ પર બનેલા ઘણા બંધ તૂટી ગયા છે.
ચીનના સરોવર સ્તર ઊંચા થઈ રહી છે ચીનના નેશનલ વેધર સેટેલાઇટ સેન્ટરના ડેટા અનુસાર સરોવરમાં જળસપાટી રેકર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
પાણીમાં શહેર..
આ અઠવાડિયે અધિકારીઓએ જણાવ્યું કે દેશની 33 નદીઓ બે કાંઠે વહી રહી છે. તો યાગત્ઝી નદીના વિસ્તારમાં સતત વરસાદ થઈ રહ્યો છે.
બુધવારે જળસંસાધન મંત્રાલયે જણાવ્યું કે યાગત્ઝી નદીના મધ્ય અને નીચલા વિસ્તારમાં ડોંગટિંગ અને પોયાંગ સરોવરમાં પાણી ધીમેધીમે ઓછું થઈ રહ્યું છે.
પૂરનાં પાણી…
ઘણી નદીઓ ચીનની ભયાનક સ્તર પર છે પૂરના નિયંત્રણ માટે જવાબદાર મંત્રાલય અનુસાર દેશભરમાં 98 નદીઓનુંપાણી હજુ સુધી પણ ખતરનાક સ્તર પર છે. ઘણી ઇમારતોને પાણીમાં ઘેરાતી જોઈ શકાય છે.
અત્યાર સુધીમાં 140 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજારો લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. લુશાન શહેરમાં સરોવરના કિનારાઓને બાંધવા માટે હજારો સૈનિકોને મોકલ્યા છે.