Monday, March 27, 2023
Home CoronaVirus જાણો ! ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલ લોકોની...

જાણો ! ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસને માત આપીને સાજા થયેલ લોકોની ફેફસાની શું ! સ્થતિ બહાર આવી…

નવી દિલ્હી: ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટા ભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડે સંક્રમિત થઈને હોસ્પિટલમાં દાખલ થયા છે. વુહાન યુનિવર્સિટીના ડોક્ટર્સ દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં આ ખુલાસો થયો છે.

હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિરેક્ટર પેંગ ઝિયોંગની અધ્યક્ષતામાં વુહાન યુનિવર્સિટીની ઝાન્ગનૈન હોસ્પિટલમાં એક ટીમ કામ કરી રહી છે.

આ ટીમે વુહાનમાં કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓનો એક સર્વે કર્યો હતો. આ ટીમ એપ્રિલ મહીનાથી કોરોનાથી સાજા થયેલા 100 દર્દીઓ પર નજર રાખી રહી હતી.

તે સિવાય સમય સમય પર દર્દીઓના ઘરે જઈને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી રહી હતી. એક વર્ષ સુધી ચાલનારા આ સર્વેનો પ્રથમ તબક્કો જુલાઈ મહીનામાં સમાપ્ત થયો હતો અને આ સર્વેમાં દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. પહેલા તબક્કાના પરિણામો પ્રમાણે સાજા થયેલા દર્દીઓમાંથી 90 ટકાના ફેફસાં બરબાદીના કિનારે છે. મતલબ કે આ દર્દીઓના ફેફસાંનું વેન્ટિલેશન અને ગેસ એક્સચેન્જ ફંક્શન કામ નથી કરી રહ્યું. આ લોકો હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ નથી થઈ શક્યા..

પેંગની ટીમે દર્દીઓ સાથે 6 મિનિટનો વોક ટેસ્ટ કર્યો હતો જેમાં દર્દીઓ 6 મિનિટમાં માત્ર 400 મીટર જ ચાલી શકતા હોવાની જાણ થઈ હતી. જ્યારે એક સ્વસ્થ વ્યક્તિ 500 મીટર સુધી ચાલી શકે છે.

સાજા થયેલા દર્દીઓ પૈકીના કેટલાક દર્દીઓને ત્રણ મહીના પછી પણ ઓક્સિજન સિલિન્ડર પર જ નિર્ભર રહેવું પડે છે. એટલું જ નહીં, 100માંથી 10 દર્દીઓના શરીરમાંથી કોરોના સામે લડી શકે તેવા એન્ટીબોડી જ સમાપ્ત થઈ ગયા છે.

આશરે 5 ટકા દર્દીઓ કોવિડ-19 ન્યૂક્લિક એસિડ ટેસ્ટમાં નેગેટિવ આવ્યા છે પરંતુ ઈમ્યુનોગ્લોબ્યુલિન એમ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. મતલબ કે તેમને ફરીથી ક્વોરેન્ટાઈન થવું પડશે. જો કે આ લોકો ફરી કોવિડ-19થી સંક્રમિત થયા છે કે જૂની બીમારી જ વારંવાર પરેશાન કરી રહી છે તે હજુ નક્કી નથી થઈ શક્યું.

સાજા થયેલા દર્દીઓના શરીરમાં વાયરસ સામે લડી શકે તેવા બી-સેલ્સની સંખ્યામાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. પેંગના કહેવા પ્રમાણે હજુ કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકો સંપૂર્ણપણે ઠીક નથી અને તેમને સ્વસ્થ થતા હજુ થોડો સમય લાગશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments