Monday, October 2, 2023
Home Ajab Gajab જાણો - સવારે ઉઠવાની સાથે રાત્રે ઊંઘીએ ત્યાં સુધીમાં ભરપૂર ચાઈના વસ્તુનો...

જાણો – સવારે ઉઠવાની સાથે રાત્રે ઊંઘીએ ત્યાં સુધીમાં ભરપૂર ચાઈના વસ્તુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ…

ભારત હવે સ્વદેશી સામાન પર જોર આપી રહ્યું છે. દેશમાં આ મામલે જાગૃતિ અભિયાન શરૂ થયું છે કે આપણે ઓછામાં ઓછો ચાઈના સામાનનો ઉપયોગ કરીએ. એવી કોશિસ પણ શરૂ થઈ ગઈ છે. પરંતુ, સવારે ઉઠવાની સાથે રાત્રે ઊંઘીએ ત્યાં સુધીમાં ભરપૂર ચાઈના વસ્તુનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ.

દિવાળી પર લક્ષ્મી-ગણેશની મૂર્તિઓની સજાવટ, હોળી પર પિચકારીથી લઈ રંગો બધુ જ ચીનથી આવે છે. ભારતીય વ્યાપારી તેના પર હવે માત્ર ભારતીય થપ્પો મારવાનું કામ વધારે કરી રહ્યા છે. એટલું જ નહીં ભારત હવે ચીનથી ભારે મશીનરી પણ મંગાવી રહ્યું છે.

છેલ્લા બે દશકમાં ભારતીય ઈન્ડસ્ટ્રી વધારે બંધ થઈ છે. ભારતના વ્યાપારીઓ માટે પણ સારૂ એ થયું કે, અહીં બનાવવો તેના કરતા ચીનથી લાવવો સારૂ થવા લાગ્યું. આમાં તેમને વધારે નફો મળે છે.

સવારે ઉઠવા પર…

https://encrypted-tbn0.gstatic.com/images?q=tbn%3AANd9GcRptgH98rIvDQMP6NwEmLOq_-UInAJqn7-2Ia35U63U_jfLR44K&usqp=CAU

સવારે ઉઠી આપણે બાથરૂમમાં જઈએ છીએ. આપણે જ ટૂથબ્રશ હાથમાં લઈએ છે, તે ભારતીય બ્રાંડના હોય છે. પરંતુ હવે તેમાં મોટાભાગના ચીનમાં તૈયાર થાય છે. તેના પર માત્ર ભારતીય બ્રાંન્ડનો થપ્પો લાગે છે.

ટૂથપેસ્ટના પ્લાસ્ટિકના ખોલ ત્યાંથી જ બનીને આવે છે. મોટાભાગની ભારતીય કંપનીઓ ટૂથપેસ્ટ માટે પાવડર ચીનથી આયાત કરે છે. ચીનની એક સાઈટ https://www.made-in-china.com/ એ બતાવે છે કે, કેવી રીતે તે દરેક પ્રકારનો સામાન બનાવે છે અને તે મોકલે છે.

આવી અનેક સાઈટો છે, જે સરળતાથી પોતાનો બનાવેલા સામાન પર ભારતીય બ્રાન્ડનો થપ્પો લગાવે છે અને તેને ભારતીય બજારોમાં મોકલી દે છે.

બાથરૂમમાં તમે જ પ્લાસ્ટીકનો મગ અને સામાન ઉપયોગ કરો છો, તે મોટાભાગના મેડ ઈન ચાઈના હોય છે. શેમ્પુથી લઈ સાબુનું મટિરિટલ ત્યાંથી જ આવે છે. બાથરૂમમાં લાગી રહેલી એસેસરિઝમાં મોટાભાગની ચાઈનાથી જ બનીને આવે છે.તમારી ઓફિસમાં રાખેલુ ડેસ્કટોપ અથવા લેપ ટોપ સામાન્ય રીતે ચીન અથવા તાઈવાનમાં જ બને છે..

પ્રિન્ટર તો મોટાભાગના ચીનથી જ ભારત આવે છે. આપણા વાહનોની એસસરિઝના બજડાર પર પણ ચાઈનાનો કબજો છે. રાતે ઊંઘો ત્યાં સુધી – અમે જેની સાથે વાત કરી અને જે એપનો સૌથી વધારે ઉપયોગ પોતાના સ્માર્ટફોનમાં કરે છે, તેમાંથી સૌથી વધારે ચીનની છે.

ભારતમાં સૌથી વધારે વેચાતા 15 સ્માર્ટફોનમાં 14 ચાઈના કંપનીના છે. ભારતમાં જે મનોરંજન માટે સૌથી વધારે વપરાય છે તેમાંના 90 ટકા કલર અને સ્માર્ટ ટીવી માટેની કીટ ચીનથી ભારત આવે છે. તો જોઈએ સૌથી વધારે ભારતમાં કયો-કયો સામાન ચીનનો ઉપયોગ કરવામાં આવે છે..

1 – દરેક પ્રકારના ઈલેક્ટ્રોનિક સામાન ચીનથી આવે છે, જેમાં સ્માર્ટફોન, ટીવી કીટ, ડિસપ્લે બોર્ડ, એસડી કાર્ડ, મેમરી કાર્ડ, લેપટોપ, પેનડ્રાઈવ, સાઉન્ડ રેકોર્ડર્સ વગેરે ચીનથી આવે છે. તેમાં વાયરલેસ કોમ્યુનિકેસન ઉપકરણો પણ આવી જાય છે. આને વાર્ષિક લગભગ 21.1 બિલિયન ડોલર (2016નો આંકડો) છે.

2 – પહેલા મશીનરી યૂરોપીયન દેશથી આવતી હતી હવે ચાઈનાથી આવે છે – પહેલા ભારતમાં મશીનરી જર્મની, ફ્રાંસ, અને યૂરોપીયન દેશોથી આવતી હતી હવે તે મોટાભાગની ચીનથી આવે છે. તેમાં તમામ પ્રકારના સામાનની મશીનરી જેમ કે, રલવેનો સામાન, ન્યુક્લિયર રિએક્ટર, બોયલર, પાવર જનરેશન ઉપકરણ અને મશીનરી પાર્ટ સામેલ છે. તેમાં વહનોની એસેસરિઝ પમ સામેલ છે.

3 – ડ્રગ્સના મટિરિયલ અને કેમિકલ્સ – દરેક પ્રકારના ઓર્ગેનિક કેમિકલ્સ અને એલિમેન્ટ્સ તથા ખાતર અને ખાતર સાથે જોડાયેલા તત્વો સામેલ છે. દવાઓ માટે પણ મટેરિયલ ચીનથી આવે છે. એવું માનવામાં આવે છે કે, ચીનની કંપનીઓ આપણા દેશને દવામાં ઉપયોગ થતું મટેરિયલ ના મોકલે તો મોટુ સંકટ ઉભુ થઈ શકે છે.

4 – પ્લાસ્ટિકના સામાન – પ્લાસ્ટિકનો રોજ ઘરથી લઈ ઓફિસનો સામાન મોટા પાયે ચીનથી આવે છે.

5 – સ્ટીલ મશીનરીથી લઈ લોખંડની મશીનરી કેટલાક સમયથી હવે ચીનથી જ આવી રહી છે.

6 – ચશ્મા, મેડિકલ અને સર્જિકલ ઉપકરણ – આપણે અત્યારે કોરોનાના સમયમાં જોઈ રહ્યા છીએ કે, પૂરી દુનિયામાં મેડિકલ અને સર્જિકલ ઉપકરણ ચીન લોકોને આપી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચીનમાં આ વસ્તુઓનું મોટુ ઉત્પાદન ચાલી રહ્યું છે. ભારતમાં પણ હવે સસ્તા મેડિકલ અને ઓપરેશન થિયેટરમાં ઉપયોગ થતા ઉપકરણ ચીનથી આવે છે. પહેલા આ સામાન યૂરોપ અને અમેરિકાથી આવતા હતા પરંતુ હવે તે ચીનથી આવે છે.

7 – મોટાભાગનું ફર્નિચર પણ ચીનથી આવે છે – બજારમાં જેટલા ફર્નિચર જોવા મળી રહ્યા છે, તે વ્યાપારીઓ ચીનથી જ ઓર્ડર કરે છે. અનેક ભારતીય લક્ઝરી ઘર બનાવી રહ્યા હોય ત્યારે ફર્નિચર માટે ખુદ ચીન જાય છે અને ત્યાં ઓર્ડર આપીને આવે છે.

8 – રમતના સાધાનો અને ઉપકરણ – એક જમાનામાં દેશમાં મેરઠ અને જલંધર રમતના સાધનો માટે મુખ્ય કેન્દ્ર હતું. પરંતુ હવે આ સામાન પણ ચીનથી આવવા લાગ્યો છે.

9 – રમકડામાં 80 ટકા સામાન ચીનનો જ છે – બિઝનેસ ટૂડેમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, ચીને દરેક સેક્ટર પર અસર પહોંચાડી છે. ગત નાણાકીય વર્ષમાં ચીનમાંથી 451.7 મિલિયન ડોલરનો સામાન ચીનથી આયાત કરવામાં આવ્યો. માનવામાં આવે છે કે, રમકડા ઈન્ડસ્ટ્રીમાં 80 ટકા સામાન ચીનથી મંગાવી અહીં વેચવામાં આવે છે.

કારણે કે, ભારતના મોટાભાગના વ્યાપારી તેમાં ચીનના સામાન પર નિર્ભર છે. જેથી એ વિચાવું સાચે જ કઠિન છે કે, ચીનથી આવનારા સામાન પર પૂરી રીતે લોક લગાવી દેવામાં આવે તો શું થાય.

RELATED ARTICLES

Most Popular

Recent Comments