Saturday, June 10, 2023
Home Social Massage ‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતા ! 76 વર્ષથી જે...

‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતા ! 76 વર્ષથી જે અન્ન-પાણી લેતા નહોતા..વાંચો તે કોણ હતા ?

‘ચૂંદડીવાળા માતાજી’ 91 વર્ષની વયે દેવલોક પામ્યા હતા અને ભક્તોમાં છવાયો હતો શોકનો માહોલ…

અંબાજી પવિત્ર ધામ ખાતે બિરાજતા ચૂંદડીવાળા માતાજી પ્રહલાદ જાની માતાજી વિશે તેમની આધ્યાત્મિક શક્તિ વેશ અને છેલ્લા 78 વર્ષના આ વૃદ્ધ શરીર અનાજનો દાણો કે પાણીનો એક ઘૂંટ પણ ગ્રહણ કર્યા વગર એકવીસમી સદીમાં પહોંચેલા વિજ્ઞાન યુગ સામે કરે છે અનેક સવાલ અને જવાબ છે ફક્ત માં અંબા પ્રત્યેની અખૂટ શ્રદ્ધા..!!

ફક્ત યોગની આધ્યાત્મિક શક્તિથી પોતાનું જીવન નિયમિત રીતે જીવતા હતા. દૈનિક પ્રવૃતિઓ બંધ કરવાને કારણે તબીબી વિજ્ઞાન માટે પ્રહલાદ જાની ચૂંદડીવાળા માતાજી એક પડકાર બની ગયા હતા.

જ્યારે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. ચૂંદડીવાળા માતાજીના નિધનથી સીએમ વિજય રૂપાણીએ પણ શ્રદ્ધાંજલી પાઠવી છે.

ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચૂંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે, તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.

ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28 મે ૨૦૨૦ ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.

કોણ છે ચુંદડીવાળા માતાજી?

અંબાજી ગબ્બર ઉપર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઇ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજીના નામથી ભિકત કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરિવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગની સાથે અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અને હાલમા આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.

માતાજીનું મૂળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનું કારણ આ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધું કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઇને રહેતા હોય તેમ લાગે છે. આ ચુંદડી વાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે.

આ ચુંદડીવાળા માતાજી નું મહાત્યાં એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments