Tuesday, June 6, 2023
Home Gujarat શુ છે આ Citizenship Amendment Bill ? સમજો એક દમ સરળ ગુજરાતી...

શુ છે આ Citizenship Amendment Bill ? સમજો એક દમ સરળ ગુજરાતી ભાષામા….

ભારત દેશ ૧૯૪૭મા આઝાદ થયો ત્યાર બાદ આપણે બોર્ડરને એટલી સુરક્ષિત ના કરી કે બોર્ડર પરથી ઘુષણખોરો ભારતમા ના આવી શકે. તે સમયે પણ ઘણા લોકોએ પાકિસ્તાન પસંદ કર્યું છતા પણ ભારતમા ઘુષણખોરી કરી જ હતી. ઘુષણખોરીએ ભારતની સુરક્ષા માટે મોટું સંકટ છે આ સંકટ વિશે ખુદ ઈદિંરા ગાંધી પોતે પણ ચિંતા વ્યક્ત કરી ચુક્યા હતા. આજે પુર્વના રાજ્યો અને બંગાળમા ઘુષણખોરોની સમસ્યા વિકરાળ રુપ ધારણ કર્યું છે.

આ સમસ્યા આટલી વિકરાળ હોવા છતા કોઈ રાજનેતાએ સોલ્યુશન લાવવાની હિમ્મત કરી નથી વોટબૈક ની રાજનિતી અને ડર કે આ કામ કરીશું તો દેશમા અરાજકવાદ ફેલાસે તો? આવો કાલ્પનિક ડર થતી કોઈએ હિમ્મત ના કરી.

સવાલ એ થાય કે આ સમસ્યા નુ સમાધાન શુ?

સમાધાનના ભાગરુપે સૌપ્રથમ તો એક રજીસ્ટર તૈયાર થાય જેના કારણે તે ખબર પડે કે કોણ ભારતીય નાગરિક છે અને કોણ ભારતીય નાગરિક નથી તેના માટે NRC ( National Register of Citizen ( India ) લાગુ કરવામા આવે જેથી ખબર પડે કે કોણ મૂળ ભારતીય છે ને કોણ બિનભારતીય.

 

  • હવે જે બિનભારતીય છે તેમા બે પ્રકાર પડે છે.

૧. શરણાર્થી ઓ. ૨. ઘુષણખોરો.

શરણાર્થીઓ :- બીજા દેશમા તેઓ ધર્મ જાતિ કે અન્ય કોઈ કારણ સર ત્યાના લોકો તેમની સાથે ભેદભાવ કે અત્યાચાર કરે છે તે લોકો ભારત પાસે મદદ માંગે ફક્ત રહેવા માટે ભારત તેમને મદદ કરે હવે આવા લોકો ભારતીય ના હોય તેમને વોટ આપવો કે સરકારી લાભો ના મળે. માનવતાના નાતે થોડા ઘણી મદદ મળે. આ લોકોની જાણ સરકારને હોય છે.

ઘુષણખોરો :- આ લોકો ભારતમા આજીવિકા કમાવા માટે ગેરકાનનની તરીકાથી બોર્ડર ક્રોસ કરીને અહિયા આવે હવે અહિયા આવ્યા બાદ તેમની કોઈ સરકારી ચોપડે નોંધ હોતી નથી એટલે ગમે તેવા ગુનાહિત કૃત્યો કરે તો પણ પકડાય નહી. આવા લોકો મોટા ભાગે જોખમકારક હોય છે જોકે આમાં ઘણા લોકો ફક્ત કમાવાના ઉદેશ્યથી આવે છે.

NRC લાગુ કરવા થી ઉપર કહ્યું તેમ બિનભારતીયોની ઓળખ થશે હવે સરકાર નક્કી કરશે કે આમાંથી કોને ભારતની નાગરિકતા આપવી અને કોને ના આપવી. આ કામ કરવા માટે સરકારે નવો કાયદો લાવ્યો તે કાયદો એટયે જ Citizenships Amendment Bill.

આ બિલ મુજબ બાગલાદેશ પાકીસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી બૌદ્ધ અને જૈન ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવી જ્યારે આ ત્રણ દેશ માથી આવેલા મુસલમાનોને નાગરિકતા ના આપવી.

સવાલ એ થયા કે મુસલમાનો ને કેમ નાગરિકતા ના આપવી? પરંતુ ઉપર મે જે ૦૬ ધર્મના લોકોના નામ લીધા તે લોકો ત્રણેય દેશો મા પિડીત છે, તે લોકો પર અત્યાચાર થાય છે, આજે પાકિસ્તાન મ હિંદુ ૨૪% હતા તે ઘટીને ફક્ત ૨% રહ્યા છે કે તો મારી નાખવામા આવ્યા કે પછી તેમનું ધર્મ પરિવર્તન કરાવી દેવામા આવ્યું તે ખ્યાલ નથી આવતો. અફઘાનિસ્તાનમા બૌદ્ધો ૪% હતા આજે ત્યા ૦% થઈ ગયા છે. કારણકે આ ત્રણેય દેશો પોતાને ઈસ્લામિક દેશ કહે છે. હવે આવા પિડીત લોકોને આશરો આપવો તે આપણી ફરજ છે. પરંતુ જે મુસલમાનો છે તે લોકો પોતાના દેશમા જઈ શકે છે કારણકે તે લોકો પિડીત નથી. તેઓ કેતો આજીવિકા શાંતિથી રહેવા માટે આવ્યા છે કે પછી અરાજકવાદ ફેલાવા માટે આવ્યા છે.

CAB સાસંદમા પાસ થાય એટલે ૦૬ એ ૦૬ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા મળી જશે. સવાલ એ થાય કે તે મુસલમાનો નુ શુ? હવે જે લોકો NRCમા ના આવે તે તમામ મુસલમાનો જાતે જ પોતાના દેશમા જતા રહે. ધારોકે કોઈ એવા હોય કે હવે પાછા જઈ શકે તેમના હોય તો પ્રથમ તો તે લોકોના બધા જ નાગરિક તરીકેના અધિકારો છીનવી લેવામા આવશે જેમ કે વોટ કરવું, સરકારી લાભો મળવા વગેરે અને સરકાર તેમના મૂળ શોધવા માટે પડોશી દેશો સાથે વાટાઘાટો કરતી રહેશે પણ જયા સુધી કોઈ દેશ તેમને સ્વીકારે નહી ત્યા સુધી તેઓ ભારતમા શાંતિથી રહી શકશે તેમની કાળજી સરકાર રાખશે.

સૌથી મોટો ભ્રમ આ છે કે આ બિલ મુસલમાનોના વિરોધમા છે પરંતુ એવું નથી ભારતીય મુસલમાનોને આની સાથે કંઈ જ લેવા દેવા નથી. ઘુષણખોરોને પાછા તેમના ઘરે મોકલવાના છે. અને તેમને પણ પાછા એટલા માટે મુકવાના છે કે તેઓ તેમના દેશમા પિડીત નથી. આમ ભારત સરકારે NRC લાગુ કરવા પહેલી CAB પાસ કરવું જરુરી જ છે માટે જ આજે સંસદમા CAB પર ચર્ચા ચાલુ છે.નો ટ:- ઘુષણખોરો દેશની સુરક્ષા માટે ઘણો મોટો ખતરો છે….

Source- Whatsapp msg

RELATED ARTICLES

Most Popular

Recent Comments