નદીમાં ગંદકી ફેલાવતા લોકોને સીટી વગાડીને રોકે છે આ વ્યક્તિ
નદીમાં ગંદકી ફેલાવતા લોકોને સીટી વગાડીને રોકે છે આ વ્યક્તિ અને જો કોઈ વિરોધ કરે તો પીવડાવે છે એ જ નદીનું ગંદુ પાણી..
સોશિયલ મીડિયા પર નાસિકના ચંદ્રકિશોર પાટીલ નામના આ માણસની ખૂબ ચર્ચા થઈ રહી છે. એવું એ માટે કેમ કે દર વર્ષે દશેરાના દિવસે તેઓ ગોદાવરી નદીમાં ગંદકી ફેકતા લોકોને રોકે છે.
આવું કરવા માટે તેમણે એક અલગ રીત પણ શોધી છે. આ વ્યક્તિની તસવીર IFS અધિકારી શ્વેતા બોદ્દુએ સોશિયલ મીડિયા પર શૅર કર્યા બાદ તેમના કામનાં ખૂબ વખાણ થઈ રહ્યાં છે.
Here's HT article covering his story.
He says – 'I've been doing it for five years and will continue doing so until my health permits' https://t.co/s3Gxgzprar
— Swetha Boddu, IFS (@swethaboddu) November 1, 2020
હિંદુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં ચંદ્રકિશોરે જણાવ્યું હતું કે તેઓ નદી નજીક આવેલી એક સોસાયટીમાં રહે છે.
તહેવાર બાદ નદીનું પાણી દર વર્ષે ગંદુ થઈ જાય છે. તેવામાં છેલ્લાં પાંચ વર્ષથી તેઓ તેને રોકવાનો પ્રયાસ કરે છે. આ કામ તેઓ ત્યાં સુધી કરશે જ્યાં સુધી તેમની તબિયત તેમનો સાથ આપશે.
તેઓ કહે છે, ‘હું સીટી લઈને સવારે 11 વાગ્યાથી રાત સુધી નદી કિનારે ઊભો રહું છું અને લોકોને નદીમાં ગંદકી ફેંકવાથી રોકું છું. આ દરમિયાન કેટલાક લોકો મારી સાથે દુર્વ્યવ્હાર પણ કરે છે તે છતાં હું તેને રોકું છું.
લોકોના વિરોધનો સામનો કરવા હું નદીમાંથી પાણીની બૉટલ ભરું છું અને લોકોને તેમાંથી એક ઘૂંટ પીવાનું કહું છું.’
PC: Twitter/swethaboddu