આ રીતે બનાવો દુનિયાનું સૌથી પૌષ્ટિક દૂધ
આજે અમે તમને એક એવા દૂધ વિશે જણાવશું જે ખુબ જ સ્વાદિષ્ટ અને એકદમ શુદ્ધ છે. તેમજ આ દૂધ સંપૂર્ણ રીતે પૌષ્ટિક છે જેનું સેવન આપણા શરીર માટે અનેક રીતે લાભદાયી છે. મિત્રો આ દૂધ તમે ઘરે ખુબ જ સરળતાથી માત્ર 10 મીનીટમાં બનાવી શકો છો. આ ઉપરાંત તમે કોઈ પણ મીઠાઈમાં આ સ્વાદિષ્ટ દુધનો ઉપયોગ કરી શકો છો.
નારિયેળનું દૂધ નીચે મુજબની રીત મુજબ ઘરે સરળતાથી બનાવો.
નારિયેળનું દૂધ બનાવવા માટે સૌ પ્રથમ તમારે પાકેલું નારિયેળ લેવાના છે. નારિયેળના છોતલા એટલે કે તેના વાળ આછા રંગના હોય તેવું નારિયેળ લેવું. કારણ કે તે નારિયેળ તાજા હોય છે. ત્યાર બાદ નારિયેળને તોડીને તેનું પાણી કાઢી લેવું. ત્યાર બાદ નારિયેળને 15 મિનીટ સુધી ફ્રીજરમાં રાખી દેવું. 15 મિનીટ બાદ નારીયેળમાંથી સફેદ ટોપરું કાઢી લેવું.
હવે એક કપ ટોપરું લેવું અને તેમાં બે કપ પાણી ઉમેરવું. ત્યાર બાદ બંનેને મિક્સરમાં 1 મિનીટ સુધી પીસી લેવું. ત્યાર બાદ હવે એક આછા અને સ્વચ્છ કપડાની મદદથી આ મિશ્રણમાંથી દુધને ગાળી લેવાનું છે. આ ઉપરાંત કપડાને બરાબર નીચોવીને તેમાં રહેલું દૂધ કાઢી લેવાનું છે. હવે નારિયેળનું દૂધ ઉપયોગમાં લેવા માટે બિલકુલ તૈયાર છે.
નારિયેળનું દૂધ તમે બે થી ત્રણ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અને દૂધ અને પાણી અલગ થઇ જાય તો તેને બરાબર હલાવીને મિક્સ કરી તેને ઉપયોગમાં લઇ શકો છો. આ દૂધ છે ગાયના દૂધ કરતા સસ્તું અને વધારે શુદ્ધ તેમજ પૌષ્ટિક
ઘણા લોકો એવું વિચારતા હોય છે કે નારિયેળનું દૂધ ગાયના દૂધ કરતા મોંઘુ પડે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગાયનું દૂધ લગભગ 40 થી 50 રૂપિયા એક લીટરના ભાવે મળે છે. જયારે એક નારિયેળ 20 રૂપિયાનું આવે છે. આવા બે નારિયેળ એટલે 40 રૂપિયામાં તમે આરામથી એક લીટર નારિયેળનું દૂધ બનાવી શકો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે નારિયેળનું દૂધ એક માતાના દૂધ જેટલું પૌષ્ટિક હોય છે. ભારતમાં કોઈ પણ ધાર્મિક કાર્ય હોય તો નારિયેળ એટલે કે શ્રીફળ વધેરવામાં આવે છે. તેનું એક કારણ એ છે કે આપણા પૂર્વજો જાણતા હતા કે નારિયેળ ખુબ જ પૌષ્ટિક છે જો સ્વાસ્થ્યની દ્રષ્ટીએ લોકોને કહેવામાં આવશે તો તેનું સેવન કદાચ નહિ કરે તેથી તેમણે દરેક રીતી રિવાજમાં શ્રી ફળ વધેરવાનો નિયમ લગાવ્યો જેથી તે દરેક ઘર સુધી પહોંચે.
નારિયેળનું દૂધ બનાવતી વખતે આ ભૂલ ન કરવી
નારિયેળના દુધને ક્યારેય ગરમ કરવું નહિ. કારણ કે જયારે નારિયેળના દુધને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે. માટે તેને ગરમ કર્યા વગર જ ઉપયોગમાં લેવું.
ક્યારેય પણ બજારમાં મળતા નારિયેળના દુધનો ઉપયોગ ન કરવો. કારણ કે તમે જોશો કે ઘરે બનાવેલું નારિયેળનું દૂધ ત્રણ દિવસ પછી બગડી જાય છે. જયારે તમે બજારમાંથી નારિયેળ દૂધ ખરીદો છો તો તે મહિનાઓ સુધી બગડતું નથી તેનું કારણ છે કે તેમાં એવા કેમિકલ્સ અને પ્રિઝર્વવેટીઝ ઉમેરવામાં આવે છે જે તેને બગડવા નથી દેતા. પરંતુ તે નારિયેળ દૂધ આપણા સ્વાસ્થ્યને જરૂર બગાડે છે. માટે નારિયેળ દૂધ હંમેશા ઘરે જ બનાવવું.
નારિયેળનું દૂધ ગાળ્યા બાદ જે નારિયેળની પેસ્ટ વધે છે તેને ક્યારેય ફેંકવી નહિ. તેને તમે અનેક રીતે ઉપયોગમાં લઇ શકો છો. નારીયેળનું દૂધ બનાવ્યા બાદ વધતી ટોપરાની પેસ્ટનો આ રીતે ઉપયોગ કરી શકો છો. મિત્રો આ પેસ્ટને ન્હાતી વખતે સ્ક્રબની જેમ ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી ત્વચા ગ્લો કરવા લાગશે.
આ ઉપરાંત આ પેસ્ટમાં ખજુર, ગોળ, ડ્રાય ફ્રુટ્સ, અને થોડો એલચી પાવડર મિક્સ કરીને તેના સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ બનાવી શકો છો. આ પેસ્ટને તમે તમારા ઘરમાં રહેલા છોડમાં પણ નાખી શકો છો. તેનાથી છોડનો ગ્રોથ ઝડપથી થશે.
દિવસ દરમિયાન કેટલું નારિયેળ દૂધ પીવું
જે લોકો દિવસ દરમિયાન વધારે મહેનત કરે છે,પરસેવો વહાવે છે તેમજ જે બાળકો દિવસ દરમિયાન ફિઝીકલ એક્ટીવીટી કરે છે તેઓ દિવસ દરમિયાન એક થી બે ગ્લાસ નારીયેળનું દૂધ પી શકે છે. આ ઉપરાંત જે લોકોનું બેઠાળુ જીવન છે તેમજ જે લોકો દિવસ દરમિયાન એક કલાકથી ઓછી એકસરસાઈઝ કરે છે તેમણે અલગથી નારિયેળ દૂધનું સેવન ઓછી માત્રામાં કરવું.