ગરમી હોય કે ઠંડી ચિલ્ડ પાણી પીવું દરેકને ગમતું હોય છે અને ઠંડુ પાણી પીવાથી તાજગી પણ આવે છે પરંતુ શું તમે જાણો છો કે ભોજ કર્યા બાદ ઠંડા પાણીનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને કેવા નુકસાન થઈ શકે છે? જો નથી જાણતા તો અમે તમને જણાવીશું અને ચોક્કસ એ જાણ્યા બાદ તમે ભોજન બાદ ભુલથી પણ ઠંડુ પાણી નહીં પીઓ.
ઠંડા પાણીનું સેવન કરવાથી તેની સીધી અસર તમારા પાચનતંત્ર પર થાય છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ ઘટે છે. કેટલાક લોકો એવું માને છે કે ભોજન કર્યા બાદ પાણી પીવું જરૂરી છે પણ તેઓ આ વાતનું ધ્યાન નથી રાખતા કે ભોજન બાદ ઠંડુ પાણી પીવું કે સામાન્ય. ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી પિત્તાશયને ભારે નુકસાન થાય છે.
તો ચાલો આજે જાણો ભોજન બાદ ચિલ્ડ પાણી પીવાના નુકસાન.
આપણે જ્યારે પણ ઠંડુ પાણી પીએ છીએ ત્યારે તમને ખ્યાલ હશે કે ઠંડુ પાણી પીવામાં સામાન્ય કરતાં થોડો વધારે સમય લાગે છે કારણ કે ચિલ્ડ વોટર સામાન્ય ન થાય ત્યાં સુધી મોઢામાં રહે છે અને પછી ગળાથી નીચે ઉતરે છે. જો આપણે ઠંડુ પાણી પીએ છીએ તો શરીરને તેને પચાવવામાં વધુ સમય લાગે છે. વધુ સમય સુધી ઠંડુ પાણી પીવાથી કાકડા એટલે કે ટોન્સિલની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે.
કબજિયાતની સમસ્યા વધે છે..
ઠંડુ પાણી શરીરમાં જઈને પાચક રસનું તાપમાન પણ ઓછું કરી દે છે. જેના કારણે આપણે ભોજન કર્યા બાદ જે ચિલ્ડ વોટર પીએ છીએ તેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે અને ઠંડા પાણીનું સેવન કરવાથી મોટું આંતરડું પણ સંકોચાઈ જાય છે. જે કબજિયાતનું મુખ્ય કારણ છે. જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમણે ઠંડા પાણીનું સેવન ટાળવું જોઈએ અને ભોજન કર્યા બાદ તો ભુલથી પણ ઠંડુ પાણી ન પીવું જોઈએ.
હાર્ટ એટેકનો ખતરો..
કેટલાક લોકોને એવી આદત હોય છે કે જમતી વખતે અથવા જમ્યાના તરત બાદ ઠંડુ પાણી પીવે છે પરંતુ આ આદત તમારા હૃદય માટે ઘાતકી સાબિત થઈ શકે છે. હાર્ટ એટેક અને પાણી વચ્ચે ગાઢ સંબંધ છે. એક વૈજ્ઞાનિક રિસર્ચમાં આ વાત સામે આવી છે કે ભોજન કર્યા બાદ ઠંડુ પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ચીન અને જાપાનના લોકો પર આ સંશોધન કરવામાં આવ્યું હતું. ત્યાંના લોકો જમ્યા બાદ ઠંડુ પાણી નથી પીતા, જેથી ત્યાંના લોકોમાં હાર્ટએટેકની સમસ્યા નહિવત્ જોવા મળી હતી.
ઈમ્યૂન સિસ્ટમને નુકસાન..
બરફનું ઠંડુ પાણી પીવાથી સૌથી વધારે નુકસાન ઈમ્યૂન સિસ્ટમને થાય છે. જેના કારણે શરીર બીમારીઓ સામે લડી સકતું નથી. આ સિવાય ફ્રિઝનું ઠંડુ પાણી પીવાથી આંતરડા સંબંધી રોગ પણ શરીરને ઘેરી લે છે અને પાઈલ્સ થવાનો ખતરો પણ રહે છે.
ફેટ બને છે..
એક સંશોધન પ્રમાણે ભોજન બાદ ઠંડા પાણીનું સેવન પાચનક્રિયાને ધીમી કરી દે છે. જેથી કબજિયાત અને અપચાની સમસ્યા વધવા લાગે છે. આ સિવાય ઠંડુ પાણી ભોજનની સાથે મળીને પેટમાં રહેલાં એસિડના સંપર્કમાં આવીને ફેટમાં પરિવર્તિત થઈ જાય છે. જે કેટલીસ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ હોઈ શકે છે.
કફ અને ગળફાની સમસ્યા..
ભોજન બાદ ઠંડુ પાણી પીવાથી શરીરમાં કફ બને છે. જ્યારે શરીરમાં વધુ કફ બનવા લાગે છે ત્યારે રોગ પ્રતિકારક ક્ષમતા ઘટવા લાગે છે. જેના કારણે શરદી અને ગળફાની સમસ્યા થવાનો ખતરો વધી જાય છે. જેથી ભોજન કર્યા બાદ ક્યારેય ઠંડા પાણીનું સેવન ન કરવું અને માત્ર સામાન્ય માટલાનું પાણી જ પીવું.
Source_https://www.gujjuportal.co/