રેલવેની કન્ફર્મ થયેલી ટિકીટમાં પેસેન્જરનું નામ ફેરબદલી થઈ શકશે
નિયમ લાગુ; રેલવેની કન્ફર્મ થયેલી ટિકીટમાં પેસેન્જરનું નામ ફેરબદલી થઈ શકશે.
ICRTC ના નવા નિયમ અનુસાર; હવેથી તમે તમારી કન્ફર્મ ટીકીટમાં નામ ફેરબદલી કરી શકશો. જો ઓનલાઈન બુકિંગ સમયે નામમાં કોઈ ભૂલ થાય તો મુસાફરીમાં પરેશાની થાય છે.
આ ઉપરાંત કોઈ કારણોસર તમારી યાત્રા રદ્દ કરવી પડે, ત્યારે તમે એવું ઈચ્છો કે, તમારી જગ્યાએ કોઈ બીજું મુસાફરી કરે! આ બાબત હવે શક્ય બનશે.
જેના માટે તમારે…
સૌપ્રથમ ઓનલાઈન બુક કરાયેલી ટિકિટની પ્રિન્ટ આઉટ લઈ લો.
એ પછી ટિકિટ પર જેનું નામ કરાવવાનું છે, તેના ઓરિજનલ આઈડી પ્રુફ અને ફોટોકોપી સાથે રાખીને રેલ્વે રિઝર્વેશન કાઉન્ટર પર જાઓ અને અરજી કરો.
ધ્યાન રાખો કે, ટ્રેન ઉપડવાના સમયથી 24 કલાક પહેલાં રિઝર્વેશન કાઉન્ટરથી યાત્રીનું નામ બદલાવી શકાય છે.