કેટલાક ખાદ્યપદાર્થો એવા છે કે જેમને આપણે તાંબામાં રાખીએ તો એનાથી અમુક કેમિકલ રિએક્શન થાય છે.. જે કરે છે સ્વાસ્થ્યને નુકશાન…તાંબાના વાસણ..
કારણ કે કેટલાક ખાદ્યપદાર્થો તાંબામાં રાખવાથી કેમિકલ રિએક્શન થાય છે જે ઘણી વખત શરીર માટે ઘાતક સાબિત થાય છે.. આ વસ્તુઓ ન રાખવી..
તાંબાના વાસણમાં દહીં બનાવું નહિ, તાંબાના વાસણમાં લીંબુના નાખી પીવું નહિ, તાંબાના વાસણમાં અથાણું ના રાખવું, તાંબાના વાસણમાં ખટાશવાળા ખોરાક કે ખાદ્યપદાર્થો રાખવા નહિ..
મોટે ભાગે લોકો તાંબાના વાસણમાં ફાયદાઓ વિશે તમામ લોકો જાણતા હશે, પરંતુ તેના નુકસાન વિશે કોઇ જાણતું નહી હોય. તાંબા કોઇ સૂકી વસ્તુ રાખવામાં આવે તો નુકસાન નથી થતું પરંતુ કેટલાક પ્રકારની વસ્તુઓ ન રાખો તો જ સારુ છે.
તાંબામાં કોપર હોય છે જે કેટલીક વસ્તુઓના સંપર્કમાં આવે તો રિએક્ટ કરે છે. ત્યારે ફૂડ પોઇઝનિંગ થવાની સંભાવના છે. જે સ્વાસ્થ્ય પર થશે ઊંધી અસર…
તાંબાના વાસણમાં અથાણું રાખવાથી ખાટાશ ધાતુના સંપર્કમાં આવતા રિએક્શન આવે છે, જેના કારણે ફૂડ પોઇઝનિંગ થઇ શકે છે. લીંબુંના રસમાં રહેલા એસિડ તાંબા સાથે મળતા રિએક્ટ કરે છે.
જેથી એસિડિટી અને પેટમાં દુખાવા જેવી સમસ્યા થઇ શકે છે. આ સિવાય દહીંમાં રહેલા તત્વો તાંબાના સંપર્કમાં આવવાથી પણ ફૂડ પોઇઝનિંગનો ખતરો વધે છે. તાંબાના વાસણમાં કોઇ પણ પ્રકારના ખાંટા ફળ રાખવાથી ફૂડ પૉઇઝનિંગનો ખતરો વધી જાય છે.
આવા ફળોને મૂકવાનું ટાળવું.. સફરજન, જામફળ, દાડમ કે પાઇનેપલ જેવા ફળોને મૂકવાનું ટાળવું તેમજ તાંબાના વાસણમાં મૂકેલા ફળ ખાવાથી મન વિચલિત,બેહોશી, ઉલ્ટી, ચક્કર અને ગભરામણ જેવી પ્રોબ્લેમ્સ થાય છે.
દૂધ ગરમ હોય કે ઠંડુ, કોઇ પણ રીતે તાંબાના વાસણમાં ના રાખો, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.