Thursday, September 28, 2023
Home CoronaVirus ગુજરાતમાં પ્રથમ કેસ દેખાયો : મહેસાણામાં એક દિવસનાં જોડિયા બાળકોમાંથી એક કોરોના...

ગુજરાતમાં પ્રથમ કેસ દેખાયો : મહેસાણામાં એક દિવસનાં જોડિયા બાળકોમાંથી એક કોરોના પોઝિટિવ..

મહેસાણામાં એક દિવસનાં જોડિયા બાળકોમાંથી એક કોરોના પોઝિટિવ પ્રતિકાત્મક તસવીર એક દિવસનાં બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે.

ન્યુઝ ૧૮ ગુજરાતીના જણાવ્યા મુજબ, મહેસાણા : વડનગર ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ મોલીપુરની 30 વર્ષિય કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલા હસુમતીબેન પરમારે ગત શનિવારે જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જોડિયા બાળકમાંથી બાળકીનો કોરોના વાયરસ સંક્રમણનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક દિવસનાં બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તેવો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો છે. આ અંગે વડનગર મેડિકલ કોલેજનાં સુપ્રિટેન્ડેન્ટે બાળકનો આ રિપોર્ટ શંકાસ્પદ જણાયો છે. તેમણે જણાવ્યું છે કે, આ બાળકનો બે દિવસ બાદ ફરીથી કોરોનાનો રિપોર્ટ કરાવવામાં આવશે.

મોલીપુર ગામની કોરોનાગ્રસ્ત મહિલાનું ટવિન્સ અને બ્રિચ (બાળકની દિશા બદલાવવી) જેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે ફરજ પરના તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને દીકરા અને દીકરીની ડિલેવરી કરાવી હતી. વિષમ સ્થિતિમાં પણ પોતાને હેમખેમ જોડીયા બાળકો અવતરતાં કોરોના પોઝિટીવ મહિલાની આંખો પણ હર્ષના આસુંઓથી છલકાઇ ગઇ હતી.

નોંધનીય છે કે, મહેસાણા જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટીવ કેસો વડનગર તાલુકાના મોલીપુર ગામમાં નોંધાયા છે. સંભવત પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલ મોલીપુરની એક 30 વર્ષિય યુવતીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ 12મી તારીખના પોઝિટીવ આવ્યો હતો. જોકે આ મહિલા ગર્ભવતી હોવાથી વડનગરની કોવિડ હોસ્પિટલમાં તબીબોની ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી.

વડનગર મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એચ.ડી.પાલેકરે કહ્યું હતું કે, કોરોના પોઝિટીવ મહિલા, જોડીયા બાળકો અને બ્રીચ એમ ત્રણેય સ્થિતિમાં સફળ પ્રસુતિ થવાની ઘટના છે. બાળકનો રિપોર્ટ શંકાસ્પદ છે. બે દિવસ બાદ રિપીટ સેમ્પલ લેવાશે. પોઝિટિવ આવે તો બંને નવજાત બાળકોને આવે. સંક્રમણ થવા માટે મુખ્ય એવું બ્રેસ્ટ ફિડિંગ પણ કરાયું નથી અને બંને બાળકો એકસાથે જ છે ત્યારે પોઝિટિવ રિપોર્ટ આવવો શક્ય નથી,

RELATED ARTICLES

Most Popular

Recent Comments