Saturday, June 10, 2023
Home Ajab Gajab લ્યો બોલો! કોરોના સંક્રમણના ડરથી કોઈએ 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ પણ...

લ્યો બોલો! કોરોના સંક્રમણના ડરથી કોઈએ 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ પણ ન ઉપાડ્યું!

પટનાઃ જો કોઈ સામાન્ય દિવસે તમારું 20 હજાર રૂપિયા ભરેલું વૉલેટ રસ્તા પર પડી જાય તો ક્ષણવારમાં જ તેને પગ આવી જાય. જો તમે તેને શોધવા આકાશ-પાતાળ એક કરો તો પણ તમને તે ન જ મળે.

અને તમારા નસીબ સારા હોય તો તમને માત્ર ખાલી વૉલેટ મળે. પરંતુ કોરોના વાયરસ (Coronavirus)ના હાહાકર અને ડરની વચ્ચે સ્થિતિ બિલકુલ ઊંધી થઈ ગઈ છે. આવો જ અનુભવ ગજેન્દ્ર શાહને થયો જેમનું 20 હજાર રૂપિયા ભરેલા વૉલેટને કોરોનાના ડરના કારણે કોઈએ હાથ પણ ન લગાડ્યો.

‘ઈન્ડિયા ટુડે’ના અહેવાલ મુજબ, બિહારમાં ઓટો ડ્રાઇવરનું કામ કરતાં ગજેન્દ્ર શાહ ટીન શૅડ ખરીદવા જઈ રહ્યા હતા અને ગફલતમાં તેમનું 20 હજાર રૂપિયા રોકડા ભરેલું વૉલેટ રસ્તામાં ક્યાંક પડી ગયું. ગજેન્ર્ાએ એ વાતનો ખ્યાલ આવ્યો કે જ્યારે તેણે તમાકુ ખાવા માટે ઊભો રહ્યો તે દરમિયાન ખિસ્સામાંથી વૉલેટ પડી ગયું હોવું જોઈએ.

આ પણ વાંચો, દુષ્કર્મના આરોપનો સામનો કરી રહેલા શાંતિકુંજના પ્રમુખ ડૉ. પ્રણવ પંડ્યાની જાણો જીવન યાત્રા

ગજેન્દ્ર જે રસ્તેથી પસાર થયો હતો તે આખા રસ્તે પોતાનું વૉલેટ શોધતો રહ્યો, તેણે જ્યાં ઊભા રહી તમાકુ ખાધું હતું ત્યાં પણ તપાસ કરી પણ તેનું વૉલેટ મળ્યું જ નહીં. તે નિરાશ થઈને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કોઈએ જણાવ્યું કે રસ્તા કિનારે રૂપિયા ભરેલું વૉલેટ પડેલું છે.

સામાન્ય દિવસમાં તો આ વૉલેટ ક્યારનુંય સગેવગે થઈ ગયું હોય પરંતુ કોરોના વાયરસને લઈને ફેલાઈ રહેલા ફેક ન્યૂઝ ગજેન્દ્રની મદદે આવ્યા. રોકડ રૂપિયા ફેંકીને લોકો કોરોનાનું સંક્રમણ ફેલાવી રહ્યા છે તેવા ફેક ન્યૂઝને કારણે લોકો ખૂબ ડરેલા છે અને તેથી તેઓ રસ્તા પર પડેલા રૂપિયા ઉપાડવાનું ટાળે છે. આ ડર ગજેન્દ્ર માટે મદદરૂપ રહ્યો અને તેને ગુમાવેલા તમામ રૂપિયા પાછા મળી ગયા.

પણ ગજેન્દ્રને પોતાના રૂપિયા લેવા માટે પોલીસ સ્ટેશનની કાર્યવાહીમાંથી પસાર થવું પડ્યું. કેટલાક લોકોએ પોલીસને જાણ કરી દીધી હતી કે કોઈએ કોરોનાના સંક્રમણને ફેલાવવા માટે રોકડ ભરેલું વૉલેટ રસ્તા પર ફેંકી દીધું છે.

ગજેન્દ્રને પણ આ વાતની જાણ થઈ ત્યારે તેને આંશિક રાહત એ થઈ કે તેના રૂપિયા પોલીસ પાસે છે. બાદમાં તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની ઓળખ આપી અને આપવીતી જણાવી. પોલીસ વેરિફેકશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગજેન્દ્રને પોલીસે નાણા ભરેલું વૉલેટ પરત કરી દીધું.

RELATED ARTICLES

Most Popular

Recent Comments