આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં સુરત એ પણ ગંભીર રોગનો સામનો કર્યો છે. પરીણામે ત્યાં લોકો કોરોનાની મહામારી સમયે લોકો માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે. પરંતુ શોશ્યલ ડિસ્ટન્સનું પાલન હજુ સુધી ચોક્કસ રીતે થઇ રહ્યું નથી…
જો સરકારની ગાઇડલાઇન્નું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તો કોરોનાને માત આપી શકાય તેમ છે…
એક સમયે પોલીયો અને અછબડા ગંભીર બિમારી કહેવાતી હતી. હાલ આ બિમારીને લોકો સામાન્ય ગણે છે. અેજરીતે કોરોનાથી ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવાની જરૂર છે..
પ્લેગ બાદ માસ્ક પહેરવાનું ચલણ વધ્યુ હતું. પ્લેગના અનુભવના કારણે હાલ મોટાભાગના લોકો માસ્ક પહેરતા જોવા મળી રહ્યા છે…
પણ ડિસ્ટન્શનો અભાવ જોવા મળી રહ્યો છે. ભુતકાળમાં પોલીયો અને અછબડા એક ગંભીર બિમારી કહેવાતી હતી. તે વખતે પણ લોકોનું આરોગ્ય પણ જોખમાયું હતું..
હાલ પોલીયો અને અછબડા એક સામાન્ય બિમારી માનવામાં આવી રહી છે. ત્યારે હવે કોરોનાથી લોકોને ડરવાની જરૂર નથી માત્ર તકેદારી રાખવાની જરૂર છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, માસ્ક પહેરવા સાથે ૧.૫૦ મીટરનું સોશ્યલ ડીસ્ટન્સ પાળવુ ખબુ જરૂરી છે. પરંતુ હાલ શોશ્યલ ડીસ્ટન્શ પાલન ચુસ્તરીતે થતું નથી એટલે કેશ વધી રહ્યા છે.
કોરોના જેવી આફતને માત આપવા માટે એક-બીજા વચ્ચે અંતર જાળવવાની આડત પાડવી પડશે. પ્લેગ વખતે વારંવાર હાથ ધોવાની જરૂર નહોતી…
પરંતુ હાલના સમેય કોરોના વાયરસના સંક્રમણને કારણે હાથ ધોવાની ખુબ જરૂર છે. એક વ્યિક્ત દિવસમાં ૯૦ વખત પોતાનો હાથ મોઢા પર લઇ જતો હશે. વારંવાર હાથ ધોવાથી સંક્રમણને અટકાવી શકાય તેમ છે.
હજુ સુધી કોરોનાની દવા મળી નથી. પરીણામે જયા સુધી દવા નહી મળે ત્યા સુધી લોકોએ તકેદારી રાખવી જરૂરી છે….