ભારતમાં પણ કોરોનાના પીડિતોની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 180 લોકો કોરોનાના પોઝિટિવ જોવા મળ્યા છે.
દેશમાં કોરોનાને કારણે કુલ 4 લોકોના મોત પણ થયા છે. ત્યારે ગુજરાતમાં બે કેસ પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી એક મક્કા મદીના ગયેલો જે ૪ દિવસ પહેલા જ રાજકોટ આવ્યો હતો..
રાજકોટમાં યુએઈથી આવેલા પુરુષમાં કોરોનાના શંકાસ્પદ લક્ષ્ણો જોવા મળ્યા હતા. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
આ કેસ મામલે ગાંધીનગરમાં પણ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. કારણ કે આ કેસ ગુજરાતનો પ્રથમ કોરોના વાયરસનો કેસ બની શકે તેવી શંકા છે.
રાજ્યના આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગની ટ્વિટ કરી..
Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @JayantiRavi @JpShivahare.
— GujHFWDept (@GujHFWDept) March 19, 2020
ત્યારે ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝિટીવ મળી આવ્યા છે.