Friday, June 9, 2023
Home CoronaVirus કોરોનાના સંક્રમણથી માણસનું મોત કેવી રીતે થાય છે ? ઘાતક વાયરસ આ...

કોરોનાના સંક્રમણથી માણસનું મોત કેવી રીતે થાય છે ? ઘાતક વાયરસ આ રીતે લે છે જીવ..

કોરોનાના સંક્રમણથી માણસનું મોત કેવી રીતે થાય છે ? ઘાતક વાયરસ આ રીતે લે છે જીવ..

કોરોના
કોરોના વાયરસનું સંક્રમણ ધરાવતો દર્દી ખાંસી કે છીંકવાથી હવામાં જે સુક્ષ્મ બુંદો ફેલાય છે તે આસપાસના લોકોના નાક,મોં અને આંખોના માધ્યમથી ફેફસામાં આવી શકે છે. આ સુક્ષ્મ બુંદોમાં રહેલા વાયરસના કણ નાક માર્ગ દ્વારા આગળ વધીને ગળાની કોશિકાઓને નબળી બનાવે છે.

ગળાથી આગળ વધીને વાયરસનું પ્રમાણ વધી જાય છે. કોરોના વાયરસના કણ વધવાની સાથે જ ગળામાં ખરાશ અને સૂકી ખાંસી શરુ થાય છે.

કોરોના

કોરોના વાયરસના કણ બ્રોન્કિયલ ટયૂબ એટલે કે શ્વાસની નળીઓને ધીમી કરી નાખે છે જયારે વાયરસ ફેફસામાં પહોંચે છે ત્યારે તેની સુક્ષ્મ નળીઓમાં સોજો આવે છે આથી એલ્વિયોલી કે ફેંફસાની થેલી ડેમેજ થઇ શકે છે એટલું જ નહી ફેફસામાંથી લોહીને મળતા ઓકિસજનનો પૂરવઠો વધારવામાં અને કાર્બન ડાયોકસાઇડને ઓછો કરવામાં અવરોધ પેદા કરે છે.

કોરોના

 

ફેફસાનો સોજો અને ઓકસીજનનો પ્રવાહ અવરોધાવાથી ફેફસામાં મૃત કોશિકાઓ વધી જાય છે. કેટલાકને શ્વાસ લેવામાં એટલી તકલીફ પડે છે કે તેને વેન્ટિલેટર પર રાખવા પડે છે સૌથી ખરાબ તો એકયૂટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિંડ્રોમને ગણવામાં આવે છે જેમાં ફેફસામાં એટલું બધુ પાણી ભરાઇ જાય છે કે શ્વાસ પણ લઇ શકતો નથી.

કોરોના

કોરોના વાયરસના સંક્રમણના સામાન્ય લક્ષણોમાં તાવ, ખાંસી, નાકમાંથી પાણી વહેવું વગેરે જોવા મળે છે. આથી સાદા  ફલુના લક્ષણો ધરાવતા લોકો પણ ટેન્શનમાં આવી જાય છે.

ડોકટર્સનું માનવું છે કે  ફલૂના લક્ષણો બે કે ત્રણ દિવસ જ રહે છે અને મટી જાય છે જયારે કોરોનાના લક્ષણો ગંભીર થતા જાય છે અને ગળામાં તેજ ખરાશ બળતરા અને ખુંચતું હોય તેવો અનુભવ થાય છે.

કોરોનાકોરોનામાં ગળામાં દુખવાનું કારણ આ વાયરસ નાક અને ગળામાં જઇને મલ્ટીપ્લાય થાય છે જો આવું જણાય ત્યારે ડોકટર્સને મળવું જરુરી બને છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments