Sunday, May 28, 2023
Home International આ પાંચ દેશોએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો, કોનો સાચો?

આ પાંચ દેશોએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો, કોનો સાચો?

1- અમેરિકા..
અમેરિકાની બે કંપનીઓ કોરોનાની રસી તૈયાર કરી રહી છે.

એક, મોડર્નો – જે અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝની સાથે શોધ કરી રહી છે. અન્ય કંપની ફાઇઝર છે.

2- બ્રિટન..
બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીએ કોરોના વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો છે. બ્રિટનના દાવા મુજબ હાલ વેક્સિનની 200 હોસ્પિટલોમાં આશરે 5000થી વધુ લોકો પર પરીક્ષણ થયું છે, એટલે કે માણસ પર ટ્રાયલ થઈ રહ્યું છે.

3- ચીન
ચીનમાં કોરોનાની ત્રણ વેક્સિનનું માનવ એટલે કે હ્યુમન ટ્રાયલ ચાલી રહ્યું છે. પહેલી વેક્સિન ચીનની કૈંસિનો બાયોલોજિક્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટેક્નોલોજી અને ચાઇનીઝ એકેડેમી ઓફ મિલિટરી મેડિકલ સાયન્સિઝ મળીને ટેસ્ટ કરી રહી છે. બીજી, વેક્સિન LV-SMENP-DCની શેંજેન જિનોઇમ્યુન મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાયલ ચાલી રહી છએ. ત્રીજી, વેક્સિન –ચીનની વુહાનમાં ટ્રાયલ ચાલી રહી છે.

https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_700x400/public/2020/01/13/249154-images-4.jpg?itok=9DrYdkQO

4- ઇઝરાયલ
કોરોના વેક્સિન પર સૌથી મોટો દાવો ઇઝરાયલે કર્યો છે. ઇઝરાયલમાં મોજૂદ વિશ્વની સૌથી રહસ્યમયી બાયોલોજિકલ રિસર્ચ લેબમાં કોરોનાની વેક્સિન બની ચૂકી છે. ઇઝરાયલના સંરક્ષણપ્રધાન નૈફતાલી બેન્નેટે કહ્યું છે કે અમે આ બીમારીની વેક્સિન શોધી લીધી છે અને ટેસ્ટ ઘણી આગળના તબક્કામાં છે, બહુ જલદી એને પેન્ટેટ પણ કરાવવાની તૈયારી છે. આ વેક્સિન શરીરમાં એન્ટિબોડી બનાવે છે.

5- ઇટાલી
ઇટાલીએ પણ કોરોનાની વેક્સિન તૈયાર કરવાનો દાવો કર્યો છે. આ દાવા મુજબ ઇટાલીએ રોમના સ્પલ્નજાની હોસ્પિટલમાં કરવામાં આવેલાં પરીક્ષણોના પરિણામોને આધારે એન્ટિ બોડીઝ શોધી કાઢવાની વાત કરી છે. આ દાવાઓથી કોરોનાથી ખુવાર થયેલા વિશ્વમાં આશા જાગી છે. હવે જોવાનું એ છે કે વેક્સિન ક્યારે આવે છે અને કઈ વેક્સિન સૌથી વધુ અસરકારક છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments