Friday, June 9, 2023
Home Ayurved ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર! વુહાનની હોસ્પિટલના હેડ ડો. લિયુ ઝીમીંગનું મૃત્યુ..

ચીનમાં કોરોના વાયરસનો હાહાકાર! વુહાનની હોસ્પિટલના હેડ ડો. લિયુ ઝીમીંગનું મૃત્યુ..

જે સ્થળે કોરોના વાયરસનો હાહાકાર છે તે વુહાનની હોસ્પિટલના હેડનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થયું છે. આ માહિતી સૌથી ચીનના સ્થાનિક ટેલિવિઝન રિપોર્ટમાં સામે આવી હતી જેનું બાદમાં અધિકારીઓએ અનુમોદન કર્યું હતું. સ્થાનિક બ્રોડકાસ્ટર CCTV પ્રમાણે વુહાન હોસ્પિટલના હેડ ડો. લિયુ ઝીમીંગનું મૃત્યુ થયું હતું.

તેમને બચાવવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પહેલા તેમના મૃત્યુ અંગે અધિકારીઓએ પહેલા ખરાઇ કર્યા બાદ તે દાવો નકાર્યો હતો. ચીનમાં અત્યાર સુધીમાં 1870 લોકોના મોત થયા છે અને 72 ,436 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ હોસ્પિટલ એક હાઇ લેવલ હોસ્પિટલ તરીકે પ્રખ્યાત છે અને વુહાનમાં કોરોના વાયરસ માટે નક્કી થયેલી સાત હોસ્પિટલ પૈકીની એક છે. વુહાન મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ન્યૂરોસર્જરીમાં ડો. લિયુ ઝીમિંગનું નામ જાણીતું છે.

શુક્રવારે નેશનલ હેલ્થ કમિશને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સારવાર માટે કામ કરી રહેલી મેડિકલ ટીમના કુલ 1716 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે જેમાંથી 6 લોકોનું મોત થયું છે.

વુહાનમાં અત્યારે ડોક્ટર્સ માસ્ક અને રક્ષાત્મક બોડીસ્યૂટની અછત સામે ઝઝૂમી રહ્યા છે. ઘણા ડોક્ટર અમુક કામચલાઉ સૂટર પહેરીને કામગીરી બજાવી રહ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે ચીનમાં એક જ દિવસમાં 1886 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 98 લોકોના મોત થયા છે.

હુબેઈમાં એક દિવસમાં 93 લોકોના મોત થયા છે. હેનાન પ્રાંતમાં વધુ 3 અને હુબેઈ તથા હુનાનમાં 1-1 યુવકનું મોત થયું છે.

ભારત મેડિકલ સામગ્રી ચીન મોકલશે..

કોરોના વાયરસના લીધે અત્યારે ચીનમાં પરિસ્થિતિ અત્યંત વિકરાળ બની છે. ભારત તરફથી આ મામલે પહેલા એક પત્ર લખીને ચીનની પડખે ઉભા રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. તેથી ભારત હવે દવાઓનો એક જથ્થો ચીન મોકલશે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે આ અઠવાડિયે એક ફ્લાઇટ વુહાનમાં દવાઓનો જથ્થો લઇને પહોંચશે.

ત્યાંથી પરત આવતી વખતે વુહાન અથવા હુબેઇમાંથી જો કોઇ ભારતીય તેમાં આવવા માંગતા હોય તો આવી શકે છે.ચીને કહ્યું છે કે દર્દીઓની સારવાર માટે મેડિકલ સ્ટાફને માસ્ક, ગ્લોવ અને સૂટની જરૂરિયાત છે. ચીનમાં માસ્કની પણ અત્યારે ખૂબ કમી છે અને છેલ્લા ત્રણ અઠવાડિયામાં ભારે માંગ ઉભી થઇ છે.

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વુહાનમાંથી ભારતીયોને પરત લાવવામાં કામગીરી બદલ સફદરજંગ હોસ્પિટલના નર્સીંગ ઓફિસર મનુ જોસેફ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

Most Popular

Recent Comments