વાયરસ માનવીના રેસ્પિરેટરી સિસ્ટમને ખોખલી બનાવીને તેને મોત તરફ ધકેલી દે છે. પરંતુ શું આ જીવલેણ વાયરસની અસર આપણા શ્વસન તંત્ર ઉપરાંત શરીરના અન્ય અંગો પર પણ પડે છે? શું તેનું શરૂરના અન્ય મહત્વના અંગો સાથે પણ કોઇ કનેક્શન છે? ધ લેંસટમાં પ્રકાશિત એક રિપોર્ટમાં આવા જ કેટલાંક સવાલો અંગે વિગતે જાણકારી આપવામાં આવી છે.
આ રિપોર્ટમાં રિસર્ચર્સે દાવો કર્યો છે કે કોવિડ-19 રક્તવાહિનીઓના લેયર પર હુમલો કરીને શરીરના મુખ્ય અંગોને ખરાબ કરે છે. જ્યૂરિક યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધક ફ્રેંક રુચિત્ઝકાનું કહેવુ છે કે Corona ફેપસા ઉપરાંત શરીરના દરેક હિસ્સામાં રક્ત વાહિનો દ્વારા હુમલો કરે છે.
તેણે જણાવ્યું કે શરીરમાં છુપાયેલો આ જીવલેણ વાયરસ ન્યુમોનિયા કરતાં પણ વધુ ખતરનાક છે. આ બ્લડ સેલ્સ માટે સુરક્ષા કવચની જેમ કામ કરતી એંડોથીલિયમ લેયરની અંદર સુધી દાખલ થઇ શકે છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા પણ નબળી પડી જાય છે.
તે બાદ શરીરના અલગ અલગ હિસ્સાઓમાં બ્લડ ફ્લો ધીમો થવા લાગે છે. બ્લડ ફ્લો ઓછો થતાં જ હ્રદય, કિડની અને ઇન્ટેસ્ટાઇન જેવા શરીરના અન્ય ખાસ અંગોમાં મુશ્કેલી વધી જાય છે.
સ્વિત્ઝરલેન્ડ યુનિવર્સિટી હોસ્પિટલના હાર્ટ સેન્ટર એન્ડ કાર્ડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ચેરમેન રુચિત્ઝકાએ જણાવ્યું કે, શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ધુમ્રપાન કરનાર કે પહેલાંથી કોઇ બિમારીના ભોગ હોય તેવા લોકો આ વાયરસની ઝપેટમાં શા માટે જલદી આવી રહ્યાં છે.
હાઇપરટેન્શન, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી ગંભીરબિમારીના પહેલાથી જ રોગી હોય તેવા લોકો Coronaની ઝપેટમાં વધુ આવે છે. તેવી સ્થિતિમાં બ્લડ સેલ્સની સુરક્ષા કરતા એંડોથીલિયમ લેયર નબળા પડી જાય છે, જેના કારણે વાયરસ સરળતાથી એટેક કરી શકે છે.
રુચિત્ઝકાએ જણાવ્યું કે તે એવા ત્રણ કેસ જોઇ ચુકી છે જ્યાં રોગીઓની બ્લડ વેસેલ્સ લાઇનિંગ વાયરસથી ભરેલી હતી. તેના કારણે તેના શરૂરના અનેક અંગો ખરાબ થઇ રહ્યાં હતાં.
તેમાંથી 71 વર્ષીય એક વૃદ્ધ દર્દી હાઇપરટેંશનની બિમારીથી ગ્રસ્ત હતા. Corona વાયરસની ઝપેટમાં આવ્યા બાદ તેમના શરીરના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતુ. થોડા દિવસ બાદ તે શખ્સનું મોત થઇ ગયું.
58 વર્ષીય એક ડાયાબિટીસ, હાઇપરટેંશન અને મેદસ્વીતાથી પીડિત વ્યક્તિમાં પણ આવી જ સમસ્યા જોવા મળી. તેના શરીરના નાના આંતરડામાં બ્લડ ફ્લો ઓછો થવાના કારણે ફેફસા, હ્રદય, કિડની અને લિવરમાં ખરાબી આવી ચુકી હતી.
જણાવી દઇએ કે દુનિયાભરમાં અત્યાર સુધી આશરે 24 લાખથી વધુ લોકો આ ગંભીર બિમારીનો ભોગ બની ચુક્યાં છે. જ્યારે એક લાખ 70 હજારથી વધુ લોકોના મોત થઇ ચુકી છે.