Thursday, September 28, 2023
Home Know Fresh કોરોના વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો જાણવા વાંચો...

કોરોના વાયરસના લક્ષણો અને બચવાના ઉપાયો જાણવા વાંચો…

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. ત્યારે શું છે કોરોના વાયરસ તેના પર નજર કરીએ તો આ એક સાર્સ કેટેગરીનો વાયરસ છે. વૈજ્ઞાનિકોએ ન્યૂ કોરાના વાયરસ કે નોવેલ કોરોના વાયરસ નામ આપ્યુ છે.

જર્મનીની આંતરરાષ્ટ્રીય લેબમાં રહેલા નમૂનામાં સૌપ્રથમ વખત આ વાયરસની ઓળખ થઇ હતી. વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ સી ફૂડ સાથે આ વાયરસ જોડાયેલો છે.

ચીનના હુવેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસનો સૌ પહેલો કેસ નોંધાયો હતો. પાંચ જાન્યુઆરી 2020ના દિવસે ચીનમાં કોરોના વાયરસથી સૌ પહેલુ મોત થયુ હતુ. WHO આ વાઇરસને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી તરીકે જાહેર કરવાની તૈયારીમાં છે.

ક્યાંથી ફેલાયો કોરોના ?

કોરોના વાયરસની લપેટમાં ચીનના અનેક શહેરો આવ્યા છે. ત્યારે આ વાયરસ ક્યાંથી આવ્યો તેના પર નજર કરીએ તો ચીનમાં આ વાયરસ સૌ પ્રથમ ચીનના વુહાન શહેરમાં જોવા મળ્યો..

વુહાનના સી ફૂડ માર્કેટમાં આ વાયરસ સૌ પહેલા ફેલાયો હતો. વુહાનમાં સીફૂડ વેચનારામાં આ વાયરસે દેખા દીધી હતી. સી ફૂડ ખાનારાઓમાં પણ આ વાયરસના લક્ષણ જોવા મળ્યા છે.

કેવી રીતે ફેલાય છે કોરોના વાયરસ ?

ચીનથી શરૂ થયેલો કોરોના વાયરસ વિશ્વના અનેક દેશોમાં ફેલાયો છે. કોરોના વાયરસ જીવલેણ વાયરસ છે અને તેને વૈશ્વિક આરોગ્ય સંગઠને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. ત્યારે આ વાયરસ કઇ રીતે ફેલાય છે. કોરોના વાયરસનો ભોગ બનેલા વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસ ફેલાય છે.

સંક્રમણ ધરાવતા વ્યક્તિ સાથે હાથ મિલાવવાથી પણ આ રોગ થઈ શકે છે. શરૂઆતમાં શરદીના લક્ષણ બાદ ધીમે ધીમે ગંભીર લક્ષણ દેખાય છે. વાયરસ ફેફસાં સુધી ફેલાયા બાદ દર્દીનુ બચવુ મુશ્કેલ છે.

કોરોના વાયરસના લક્ષણો..

કોરોના વાયરસના શરૂઆતી લક્ષણો તો અત્યંત સામાન્ય છે પરંતુ તેમ છતાં આ વાયરસ ઘાતક નીવડી શકે છે ત્યારે તેના મહત્વના લક્ષણો પર નજર કરીએ તો આ વાયરસમાં શ્વાસ લેવામાં મુશ્કેલી. ગળામાં દુખાવો, શરદી, ખાંસી તાવ આવે છે. તાવ વધતા ન્યૂમોનિયાનુ સ્વરૂપ લે છે.

કિડની સાથે જોડાયેલી તમામ પરેશાનીમાં વધારો થાય છે. ફેફસામાં ફેલાયા બાદ દર્દીની હાલત વધુ ગંભીર બને છે. નવા વાયરસના જેનેટિક કોટના વિશ્વેષણમા આ ખુલાસો થયો છે. સંક્રમણ ફેલાવતા અન્ય વાયરસની તુલનામાં કોરોના વાયરસ અને સાર્સ વાયરસમાં સમાનતા જોવા મળી છે.

કોરોના વાયરસનો સંપર્ક ટાળવા શું પગલાં ભરવા ?

કોરોના વાયરસના સતત વધતા કેસ અને મોતથી લોકોમાં ડર ફેલાઈ ગયો છે. આ વાયરસથી બચવા માટે વિશ્વ આરોગ્ય સંગઠને સુચવેલા ઉપાયો પર નજર કરીએ તો. હાથ સાબુ અને પાણીથી ધોવા જોઇએ…

ખાંસી કે છીંક ખાતા મોં પર રૂમાલ અવશ્ય રાખવો જોઇએ. શરદી કે ફ્લૂના લક્ષણ દેખાતા હોય તેવા વ્યક્તિઓ સાથે સંપર્ક ટાળવો જોઇએ. સીફૂડ આરોગવુ પણ હમણા ટાળવુ જોઇએ.

મટન અને ઇંડાને સંપૂર્ણ અને યોગ્ય રીતે પકવવા જોઇએ. જંગલ અને ખેતરમાં રહેતા પશુઓ સાથે સંપર્ક ટાળવાથી પણ આનો ચેપ અટકાવી શકાય છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments