પરિવાર ચિંતિત હતો, ઘરમાં પણ અલગ રૂમમાં રહેતો હતો: ડૉ. પ્રકાશ કેસવાની હંમેશા એક જ વાત કહેતો કે કોઈએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી મારું કામ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીઓને બચાવવાનું છે..
જયપુર: રાજસ્થાનના જયપુરની એસએમએસ હોસ્પિટલના ડૉ. પ્રકાશ કેસવાનીએ જણાવ્યું હતું કે, જ્યારે આખી દુનિયામાં કોરોના વાઈરસ ફેલાવાની અને તેની લપેટમાં લાખો લોકો આવવાના સમાચાર આવી રહ્યા હતા,
ત્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવાની જવાબદારી અપાશે. બીજી માર્ચની વાત છે. એસએમએસ હોસ્પિટલમાં એક દર્દી પોઝિટિવ આવ્યો,
એટલે કે તેનામાં કોરોના વાઈરસનાં લક્ષણ મળ્યાં. એ સ્થિતિમાં એકવાર તો મારા મનમાં ગભરાટ થયો અને મનમાં સવાલ ચાલતા હતા કે આ બીમારીની તો સારવાર જ નથી,
પરંતુ મેં હિંમત ના હારી અને કોરોનાના દર્દીઓને સાજા કરવાનું નક્કી કર્યું. બીજી તરફ, તેમની સારવાર શરૂ કરવાના કારણે મારા પરિવારજનો ચિંતિત થઈ ગયા. આમ છતાં, અમે મોતની પરવા કર્યા વિના કોલેજ પ્રિન્સિપાલ ડૉ. સુધીર ભંડારી સાથે મળીને વૈશ્વિક સ્તરની ગાઈડલાઈનના આધારે સારવાર શરૂ કરી.
આ માટે અમે અનેક બીમારીઓ અને તેની સારવારનો અભ્યાસ કર્યો. જોકે, પરિવારને પોતાની ચિંતાઓ તો હતી જ. હું જ્યારે સાંજે ઘરે જતો, ત્યારે મારા પરિવારના સભ્યોના ચહેરા પર ઉદાસી અને ચિંતા દેખાતી.
હોસ્પિટલથી ઘરે જઈને હું એક જુદા રૂમમાં રહેતો ડૉ. પ્રકાશ કેસવાનીએ જણાવ્યું કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કોરોના વાઈરસના સમાચારોના કારણે પણ મારો પરિવાર ચિંતિત હતો. તેઓ હંમેશા એક જ વાત કહેતા કે સંભાળીને રહેજો. હું પણ તેમને હંમેશા એક જ વાત કહેતો કે કોઈએ ડરવાની કે ગભરાવાની જરૂર નથી.
તમે લોકો માસ્ક પહેરીને મારી સાથે વાત કરી શકો છો. એ સમયે મેં અનેક સાવચેતી રાખી હતી. હોસ્પિટલથી ઘરે જઈને હું એક જુદા રૂમમાં રહેતો. મારું ખાવા-પીવાનું પણ એ જ રૂમમાં રહેતું.
પરિવારજનોને કહ્યા કરતો કે તમારે ગભરાવાની જરૂર નથી. ડૉક્ટરને લોકો ભગવાન માને છે અને મારું કામ જિંદગી અને મોત વચ્ચે ઝઝૂમી રહેલા દર્દીઓને બચાવવાનું છે. એ સમયે પરિવારે પણ મને સાથ આપ્યો. ઊંડો અભ્યાસ કરીને મેં અને મારી ટીમે એન્ટિવાઈરલ દવાઓ થકી દર્દીઓને સાજા કરીને કોરોનાને હરાવી દીધો.
Source :- DB News