આ ગાયના પેટમાંથી 53 કિલો પ્લાસ્ટિક નીકળ્યું
11 લોખંડની ખીલી, અને નીકળી 6 પિન..
ધ્રાંગધ્રા તાલુકાના ગુજરવદી ગામેથી રેઢીયાળ બિનવારસી અને બીમાર ગાયોને લાવીને વઢવાણ ગૌતમ બદ્ધ આશ્રમમાં રાખવામાં આવી હતી. જેમાં એક ગાયનું મોત થતા અને તેનું પીએમ કરાવવામાં આવતા 11 લોખંડની ખીલી,6 સ્ટેપ્લરની પીન અને 53 કિલો પ્લાસ્ટીક નીકળ્યુ હતુ. આ ઉપરાંત ગાય ગાભણી હોવાથી તેના પેટમાંથી મૃત હાલતમાં વાછરડુ પણ મળી આવ્યુ હતુ.
શનિવારે તબિયત બગડતા ગાયનું મોત
વઢવાણના ધરમતળાવ ખાતે ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમ અને મોરી મૌર્ય સમ્રાટ અશોક ગૌશાળામાં ધ્રાંગધ્રાના ગુજરવદી ગામેથી બીમારી ગાય લવાઈ હતી. આથી ડોકટરો સારવાર કરતા હતા. પરંતુ ગાયની તબિયત વધુ બગડતા શનિવારે બપોરે તે મોતને ભેટી હતી. તેનુ પીએમ કરાવાતા ગાયના પેટમાંથી 11 લોખંડની ખીલીઓ, 6 સ્ટેપ્લરની પીનો, અન્ય બોલ્ટ, ધારદાર અને ઘાતક વસ્તુ ઉપરાંત 53 કિલો જેટલો પ્લાસ્ટીકનો ગઠ્ઠો નીકળ્યો હતો.