કૌન બનેગા કરોડપતિમાં પસંદ થયા ભાવનગરના દક્ષાબેન
કૌન બનેગા કરોડપતિમાં પસંદ થયા ભાવનગરના દક્ષાબેન, અને પિતાજીને અંજલિ આપી-
પિતાજી કહેતા, કેબીસીની હોટ સીટ ઉપર બેસી બતાવ અને દીકરીએ કરી બતાવ્યું: પિતા રાણાભાઇ પરમારને અનોખી શ્રધ્ધાંજલિ…
લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિમાં પસંદગી પામેલા દક્ષાબેન પરમારે તેમના પિતાજીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે.
તેમના પિતાજી રાણાભાઇ હાજર હતા, ત્યારે દક્ષાબેનને કહેતા કે, તું કેબીસી ની સીટ ઉપર બેસીને બતાવ. એ રીતે દીકરીએ અંજલિ આપતા કરી બતાવ્યું છે.
ભાવનગરનું ગૌરવ વધારતા દક્ષાબેનના પતિ જયેશકુમાર જાદવ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તેમના નાના ભાઈને અંગદાન કરીને જીવનદાન આપ્યું છે.
તેમણે શોમાં 4 લાઈફ લાઇનનો ઉપયોગ કરીને 8 પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા છે અને 80,000 રકમની જીત મેળવી છે.માત્ર ભાવનગર જ નહીં
પરંતુ કેબીસીની સીઝન 12માં સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ પ્રયાસે હોટ સીટ પર પહોંચનાર પ્રથમ પ્રતિસ્પર્ધી બનીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે.
દક્ષાબેન પરમાર મૂળ નાવડા ગામના છે અને લગ્ન પછી આકરું તેમજ હાલ જસપરાના માંડવા ગામે શિક્ષક તરીકેની ફરજ બજાવી રહ્યા છે…