૩ વર્ષ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા દયાબેન
૩ વર્ષ બાદ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને મળી ગયા નવા દયાબેન, એક્ટિંગ જોઈને તમે પણ ખુશ થઈ જશો, જુઓ વિડિયો
ટેલિવિઝનનાં સૌથી ચર્ચિત ફેમિલી કોમેડી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” લગભગ ૧૨ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહેલ છે. વળી શો નાં સૌથી ચર્ચિત અને બધાના ફેવરિટ કેરેક્ટર જેઠાલાલ (દિલીપ જોશી) અને દયાબેન (દિશા વાકાણી) છે. પરંતુ પાછલા ૩ વર્ષથી શોનું મહત્વનું પાત્ર અને જેઠાલાલની પત્ની દિશા વાકાણીને જોવા માટે તેમના ફેન્સ તરસી ગયા છે. જણાવી દઈએ કે શો માં દયાબેનનું પાત્ર નિભાવનાર એક્ટ્રેસ દિશા વાકાણી માં બન્યા બાદ શો પર પરત ફરેલ નથી.
વચ્ચે સમાચાર આવ્યા હતા કે મેકર્સ શો માટે નવા દયાબેનની શોધ કરી રહ્યા છે, પરંતુ મેકર્સનું કહેવું છે કે તેઓ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હવે લાગે છે કે શોનાં મેકર્સને નવા દયાબેન મળી રહ્યા છે. હકીકતમાં એવું નથી કે મેકર્સ દ્વારા દિશા વાકાણીનાં રિપ્લેસમેન્ટને શોધી લેવામાં આવેલ છે, પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે ઇન્ડિયા બેસ્ટ ડાન્સર માં હાજરી આપી હતી.
જણાવી દઈએ કે આ બધું રિયાલિટી ડાન્સ શો ઇન્ડિયાસ બેસ્ટ ડાન્સરનાં સેટ પર થશે, જ્યાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સમગ્ર ટીમ વીકેન્ડ પર નજર આવનાર છે. તેવામાં આ શોની કોરિયોગ્રાફર ઋતુજા જુનારકર દયાબેનનાં અંદાજમાં શો મા ડાન્સ કરતી નજર આવશે. એટલું જ નહીં ઋતુજા દયાબેનનાં અવતારમાં જેઠાલાલ એટલે કે એક્ટર દિલીપ જોષીને “ટપુ કે પાપા” કહેતી પણ નજર આવશે.
વળી અહીંયા પર ઋતુજાએ દયા ભાભીનાં અવાજમાં “હાલો” કર્યું, તો મેકર અસિત મોદી ખૂબ જ ઈમ્પ્રેસ થઈ ગયા હતા. તેઓએ કહ્યું હતું કે અમારા શોમાં આ દયા ભાભીને આપી દો. ત્યારબાદ તે દયા ભાભીની સ્ટાઈલમાં જેઠાલાલને “ટપુ કે પાપા” કહીને બોલાવે છે. ત્યારબાદ બધા હસવા લાગે છે. વળી ભલે અસિત મોદીએ શોમાં મજાકમાં જરૂર કહ્યું હોય પરંતુ ફેન્સ શો માં દિશા વાકાણીને જોવા માટે આતુર છે.
નીલા ફિલ્મ પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ પ્રસ્તુત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો હંમેશા ચર્ચામાં રહે છે. હવે સમગ્ર ગોકુલધામ સોસાયટી સોની એન્ટરટેઇનમેન્ટનાં લોકપ્રિય ડાન્સ રિયાલિટી ટીવી શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં પહોંચી હતી. આ દરમિયાન કલાકારોએ ખૂબ જ મજાક મસ્તી અને ડાન્સ શોનાં કન્ટેસ્ટન્ટ સાથે ખૂબ જ મસ્તી કરી હતી. શોનાં ઘણા વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. આ બધામાં કન્ટેસ્ટન્ટ ઋતુજા જુનારકર દ્વારા દયાભાભી બનીને શાનદાર ડાન્સ પર્ફોર્મન્સ આપવામાં આવ્યું હતું.