ટેક્સાસ, યુએસએ: હાલનાં આ કોરોના કાળમાં સેનિટાઇઝર (Sanitizer) એ દરરોજનાં જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે.
કોરોના જેવાં ઘાતક વાયરસતી બચવા માટે આપણે આલ્કોહોલ (Alcohol)યુક્ત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. પણ ટેક્સાસમાં (Texas)રહેતી એક મહિલાને આ સેનિટાઇઝરનો ઉપયોગ ઘણો ભારે પડ્યો છે.
તેની એક નાનકડી ભૂલે ભારે મુશ્કેલી સર્જી દીધી હતી અને તે ગંભીર રૂપે દાઝી ગઇ હતી. હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. અમેરિકાનાં ટેક્સાસમાં રહેતી કેટ વાઇસ (Kate Wise)નામની આ મહિલાએ સેનિટાઇઝરનો ઉપયોગ કર્યો અને તેની બોટલની બાજુમાં મીણબત્તી પડી હતી..
તેને તે પ્રગ્ટાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે પાસે પડેલી હેન્ડ સેનિટાઇઝરની બોટલમાં વિસ્ફોટ થયો હતો અને તે દૂર્ઘટનામાં કેટ ગંભીર રૂપે દાઝી ગઇ હતી. તેનાં હાથ પરથી માંડીને તેનાં આખા શરીર પર ચહેરા છાતી અને પગ સુધી તે દાઝી હતી. આગની ચપેટમાં તેનો 18 ટકા ભાગ બળી ગયો હતો.
આ પણ વાંચો- VIDEO: બે આધેડ મહિલાઓએ રસ્તા પર કર્યો હેલનનાં ‘પિયા તુ અબ તો આજા..’ ગીત પર ડાન્સ આપને જણાવી દઇએ કે કેટ ત્રણ બાળકોની સિંગલ મધર છે. તેણે બળતા બળતા જ તેનાં કપડાં ઉતાર્યા હતાં અને તેની દકરીઓને ઘરની બહાર ધકેલી હતી.
આગને કારણે તેનાં ઘરનાં ફર્નિચરને પણ ભારે નુક્શાન થયુ છે. આ ઘટના બાદ કેટ હવે સેનિટાઇઝરનાં ઉપયોગ અને આગની નજીક તેનો ઉપયોગ ન કરવા બાબતે તેનાંથી થતાં નુક્શાન બાબતે જાગૃતતા વધારવાની આાશા જતાવી રહી છે. આ પણ વાંચો- બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યાનો જડમૂળથી કરશે નિકાલ
આ આગ લાગવાનું મુખ્ય કારણ હેન્ડ સેનિટાઇઝરની બોટલ મિણબત્તીની નજીક પડી હતી. આ પહેલાં આવી જ એક ઘટના દિલ્હીમાં બની હતી.
જેમાં સ્ટવની નજીક હેન્ડ સેનિટાઇઝર પડ્યું હતું. અને તે વ્યક્તિએ તેનો ઉપયોગ કર્યો હતો. આ ઘટનામાં આગ લાગતા વ્યક્તિ 35 ટકા બળી ગયો હતો. આપને પણ અનુરોધ છે કે
હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં સમયે આવી બાબતોનું ધ્યાન રાખો. જ્વલનશીલ જગ્યાઓ પર તેનો ઉપયોગ ન કરો. અને બોટલને પણ તેવી જગ્યાથી દૂર રાખો…