Thursday, March 23, 2023
Home Application ચોરી થઇ ગયા પછી પણ ડિલીટ કરી શકાય છે ફોનનો બધો ડેટા

ચોરી થઇ ગયા પછી પણ ડિલીટ કરી શકાય છે ફોનનો બધો ડેટા

ચોરી થઇ ગયા પછી પણ ડિલીટ કરી શકાય છે ફોનનો બધો ડેટા

ઘણીવાર એવુ બને કે ફોન ચોરી થઇ જાય કે પછી ક્યાંય ખોવાઇ જાય. આવા સમયે સ્માર્ટફોન યૂઝર મુશ્કેલીમાં મુકાઇ જાય છે, અને તેનો જરૂરી ડેટા ચોરાવવાનો ભય રહે છે.

પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી અમે અહીં એક એવી ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ચોરી થઇ ગયેલા ફોનમાંથી પણ આસાનીથી ડેટાને ડિલીટ કરી શકો છો

 

સ્માર્ટફોન અત્યારે દરેકની પાસે હોય છે, અને ફોનમાં દરેકનો જરૂરી અને મહત્વનો ડેટા ફોટા, વીડિયો અને અન્ય ડૉક્યૂમેન્ટ તરીકે સેવ રહેલો હોય છે.

પરંતુ ઘણીવાર એવુ બને કે ફોન ચોરી થઇ જાય કે પછી ક્યાંય ખોવાઇ જાય. આવા સમયે સ્માર્ટફોન યૂઝર મુશ્કેલીમાં મુકાઇ જાય છે, અને તેનો જરૂરી ડેટા ચોરાવવાનો ભય રહે છે.

પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી અમે અહીં એક એવી ટ્રિક બતાવી રહ્યાં છીએ, જેની મદદથી તમે ચોરી થઇ ગયેલા ફોનમાંથી પણ આસાનીથી ડેટાને ડિલીટ કરી શકો છો. જાણો સિમ્પલ ટિપ્સ….

ડેટા ડિલીટ કરવાની ઓનલાઇન રીત..

  • જો તમારો ફોન ક્યાંક ચોરી થઇ ગયો હોય, તો આ કન્ડિશનમાં તમે તમારા ફોનનો ડેટા ઓનલાઇન ડિલીટ કરી શકો છો. જાણો કઇ રીતે….

આ છે પુરેપુરી પ્રૉસેસ.

1 સૌથી પહેલા તમે કોઇ કૉમ્પ્યુટર કે બીજા ફોન પર ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરો.
2 અહીં તમારે https://www.google.com/android/find ટાઇપ કરવાનુ છે.
3 હવે તમારે તમારી તે જીમેઇલ આઇડીથી લૉગીન કરવાનુ છે, જે સ્માર્ટફોનમાં પણ છે.
4 તમારી સામે પ્લે સાઉન્ડ, સિક્યૉર ડિવાઇસ અને ઇરેજ ડિવાઇસના ત્રણ ઓપ્શન દેખાશે.
5 આમાંથી ફોનનો ડેટા ડિલીટ કરવા માટે તમારે ERASE DEVICE પર ક્લિક કરવુ પડશે.
6 વધુ એકવાર ક્લિક કરવાથી તમારે જીમેઇલનો પાસવર્ડ નાંખવો પડશે.
7 જો તમારા ફોનમાં ઇન્ટરનેટ ઓન હશે તો તમે તમારો પુરેપુરો ડેટા ડિલીટ કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments