Sunday, May 28, 2023
Home Ayurved જાણો ! ડેન્ગ્યુના લક્ષણો અને સારવારના પગલાં. મચ્છરજન્ય તાવ ડેન્ગ્યુનો ભરડો, આજ-કાલ...

જાણો ! ડેન્ગ્યુના લક્ષણો અને સારવારના પગલાં. મચ્છરજન્ય તાવ ડેન્ગ્યુનો ભરડો, આજ-કાલ વધી રહેલા ડેન્ગ્યુથી બચો..

ડેન્ગ્યુ તાવ મેલેરીયાની જેમ જ મચ્છરથી ફેલાતો રોગ છે અને ચોમાસામાં અને ઉનાળામાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક સૂક્ષ્‍મ જીવાણુ જેને ડેન્ગ્યુ વાયરસ નામના જંતુ કહે છે તેનાથી થાય છે અને તેના ચાર પ્રકાર જોવા મળે છે…

અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ કે વરસાદ જેમ જેમ પોતાનુ સામ્રાજ્ય વિસ્તારતો જાય છે તેમ તેમ ડેન્ગ્યુનો ભરડો પણ વધતો જાય છે. જ્યાં વરસાદ વધારે છે અને જે વિસ્તારનું તાપમાન 30° થી 32° ડિગ્રી હોય તથા ભેજનું પ્રમાણ વધારે રહેતુ હોય ત્યાં ડેન્ગ્ય માઝા મુકા છે અઑએ લોકો હેરાન થાય છે.

ચામોસામા મચ્છર થતા વિવિધ રોગો જેવા કે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ ખુબજ ફેલાતા હોય છે. વધતુ તાપમના વધતો વરસાદ ભેજના લીધે આ પ્રકારની બીમારીઓ વધે છે. ભેજવાળુ વાતાવરણ મચ્છરના આયુષ્યમાં વધારો કરતો હોવાથી મચ્છરોની રોગ ફેલાવવાની ક્ષમતામાં બમણો વધારો થાય છે. વરસાદમાં ત્રાસ ફેલાવતાં ડેન્ગ્યના રોગ પાછળ પણ આ જ પ્રકારનાં કારણ જવાબદાર છે.

ડેન્ગ્યુ વાઈરસના ચાર પ્રકાર છે તેમાંથી કોઈ પણ એક વાઈરસના ચેપ ધરાવતી માદા એડિસ ઈજિપ્તી મચ્છર કરડી જાય તો ડેન્ગ્યુ થાય છે.

ડેન્ગ્યુમાં શું કરવુ? શું ના કરવુ?

ઘરની અંદર ચોખ્ખાઈ રાખવી જરુરી બની જાય છે ધોન બેશિન, સિન્ક, ક્યારા, પાઞી વહી જતુ હોય તે નીક-જ્યાં પણ સફાઈનું કે પાણી સાથેનું કામ થતુ હોય તે જગ્યા કોરી અને ચોખ્ખી રાખવી, ડેન્ગ્યુના લક્ષણ જેમ કે તાવ, માથાનૈ અતિશય દુખાવો, સાંધાની પીડા થાય તો તે માટેની દવા લેવી અને ડોક્ટરનો સંપર્ક કરવો.

વાસણના પાત્રમાં પાણી ભરીના સંગ્રહ કરવાનો હોય તો તે પાત્રને ઢાંકીને જ રાખવું, કૂલરમાં પાણી ભરીને ન રાખો, મોટી ટાંકી, કોઠી કે કેરબામાં પાણી ભરી રાખતા હો તો અઠવાડિયા બાદ પાણી બદલી રાખવુ.

નકામી થઈ ગયેલી વસ્તુઓ ખાસ તો વાહનોનાં ટાયર, નારીયેળના છોડા, ખાલી બાટલીઓ, પાણી ભરાઈ થહે તેવી તમામ વસ્તુઓનો નાશ કરવો જોઈએ. જેથી તેમાં પાણી ભરાઈ રહે નહિ અને મચ્છર થાય નહિ.

ઘરના બગીચામાં રાખેલા ફુવારાના અઠવાઠિયામાં એક વાર જરૂર સાફ કરવા જોઈએ, ઘરની નજીકમાં ક્યાંય પણ પાણી ભરાયેલું રહેતુ હોય તો તે જગ્યાને પાણી કાઢીને કોરી રાખવાનો પ્રયત્ન કરવો અને ત્યાં જંતુનાશક દવા છાંટવી.

ડેન્ગ્યુના લક્ષણો.

તાવ, ભારે તાવ, ઠંડી લાગે (જે ૩ થી પ દિવસ રહે પછી ર થી ૪ દિવસ સારૂ રહે, પાછો તાવ આવે), માથાનો દુઃખાવો, પાછળના ભાગમાં દુઃખાવો, શરીર અને સાંધાનો દુઃખાવો,

આંખમાં લાલાસ આવે તેમજ ઉબકા, ઉલ્ટી અને પેટનો દુઃખાવો થતો હોય છે. શરીરમાં લાલ ટપકીઓ કે ચાંભા (જે ૪ થી ૭ દિવસ રહે) જોવા મળે છે, ભુખ મરી જાય છે.

 

તથા નબળાઇનો અનુભવ થાય છે અને ચક્કર આવવા માંડે છે. જો આ પ્રકારના લક્ષણો દેખાય તો તુરત જ ડોકટરનો સંપર્ક કરવો જોઇએ.

મોટા ભાગના ડેન્ગ્યુના ચેપમાં હળવો તાવ જ આવતો હોય છે. પરંતુ કેટલાક કેસમાં ડેન્ગ્યુ હેમરેજિક ફીવરનુ સ્વરૂપ ધારણ કરી લે છે.

સારવારનાં પગલાં…

એસ્પિરિન તથા ડિસ્પરિન જેવી દવાઓ ન લેવી, આખુ શરીર ઢંકાય તાવા કપડાં પહેરવાં, પેરાસિટામોલનુ તત્ત્વ ધરાવતી ક્રોસિન જેવી ગોળી લઈને તાવને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરવો.

ડેન્ગ્યુ થયો હોય તે દર્દીને પાણી તથા લીંબુ શરબત જેવાં હળવાં પ્રવાહી પીણાં વધારે આપવાં, હળવો ખોરાક પણ લેવાનો ચાલુ જ રાખવો.

દર્દીને પૂરતો આરામ મળે તે જરૂરી છે, ડોક્ટરની સલાહ પ્રમાણે દવા નિયમિત લેવી, સૂતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરવો..

Source:- www.gujjuportal.co

RELATED ARTICLES

Most Popular

Recent Comments