Sunday, March 26, 2023
Home Ajab Gajab નિવૃત્તિ બાદ ધોની કરી રહ્યો છે આ કામ

નિવૃત્તિ બાદ ધોની કરી રહ્યો છે આ કામ

નિવૃત્તિ બાદ ધોની કરી રહ્યો છે આ કામ

નિવૃત્તિ બાદ ધોની કરી રહ્યો છે આ કામ, તમે પણ જોઈ લો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટ જગતમાંથી સંન્યાસ લઈ લીધો છે અને હવે તે તેની રિયારમેન્ટ લાઈફ એન્જોય કરી રહ્યો છે. ધોની હાલમાં પોતાનું ધ્યાન ડેરી ફાર્મની સાથે સાથે ઓર્ગેનિક ખેતી પર પણ આપી રહ્યો છે. ધોની રાંચીમાં આવેલા ધુર્વા સ્થિત સેમ્બોમાં 55 એકર જમીન પર ફાર્મિંગ કરી રહ્યો છે, જેમાં ડેરી ફાર્મની સાથે ઓર્ગેનિક ખેતી પણ કરવામાં આવી રહી છે. ધોનાની ફાર્મ હાઉસમાં હાલમાં સીઝન પ્રમાણેના શાકભાજીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

તેના ફાર્મ હાઉસ પર ટામેટા, ફ્લાવર, કોબીજ, બ્રોકલીની ખેતી થઈ રહી છે, જેમાં હાલમાં ટામેટાનું ઉત્પાદન થઈ રહ્યું છે. ધોનીના ફાર્મ હાઉસમાં રોજના 80 કિલો ટામેટા થઈ રહ્યા છે. માર્કેટમાં તેની ઘણી ડિમાન્ડ છે અને બપોર થતા સુધીમાં તમામ ટામેટા વેચાઈ જાય છે. અસલમાં ટામેટાનું ઉત્પાદન સંપૂર્ણરીતે ઓર્ગેનિક રીતે કરવામાં આવે છે. આવનારા અઠવાડિયામાં ધોનીના ફાર્મ હાઉસમાં ઉત્પાદિત કોબીજનો પણ સ્વાદ રાંચીના લોકો લઈ શકશે. હાલમાં ધોનીના ફાર્મ પરના ટામેટા 40 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે.

તેની સાથે ધોનીના ફાર્મ હાઉસમાં રોજના લગભગ 300 લીટર દૂધનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે અને આ દૂધ ડાયરેક્ટ માર્કેટમાં 55 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે અને તે પણ શાકભાજીની જેમ થોડાક કલાકોમાં બધુ વેચાઈ જાય છે. ધોનીએ ભારતીય વંશની સાહીવાલ અને ફ્રાન્સ વંશની ફ્રીજિયન ગાયને રાખી છે. ધોનીની ગૌશાળામાં હાલમાં 70 ગાય છે. આ બધી પંજાબથી લાવવામાં આવી છે. ધોનીના ફાર્મ હાઉસની સંભાળ શિવનંદન અને તેની પત્ની સુમન યાદવ કરે છે. તેમના માટે શાકભાજીની પણ દેખરેખ છે.

શિવનંદને કહ્યું છે કે અત્યાર સુધીમાં લાખો રૂપિયા ધોનીના અકાઉન્ટમાં નાખવામાં આવ્યા છે. ધોની પોતાના ફાર્મ હાઉસમાં ઉત્પાદિત કરેલા શાકભાજી અને ડેરી ફાર્મથી ઘણો ખુશ છે. શિવનંદને વધુમાં કહ્યું હતું કે, ધોની જ્યારે પણ રાંચીમાં રહે છે તો દર 2-3 દિવસે પોતાના ફાર્મ હાઉસની મુલાકાત જરૂરથી લે છે. જે રીતે શાકભાજીને ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડવામાં આવે છે, તેનાથી ધોની ઘણો ખુશ છે. આ શાકભાજી અને દૂધના વેચાણથી જે પૈસા આવે છે તે ધોનીના અકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને તેની મુલાકાત દરમિયાન તે તેના ગૌશાળાની ગાયોની પણ મુલાકાત અવશ્યથી લે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments