Thursday, September 28, 2023
Home Astrology દીકરીના વિદાય સમયે ક્યારેય પણ ન આપો આ વસ્તુ, મા લક્ષ્મી થાય...

દીકરીના વિદાય સમયે ક્યારેય પણ ન આપો આ વસ્તુ, મા લક્ષ્મી થાય છે દુઃખી…

લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનમાં એક મહત્વપૂર્ણ પડાવ હોય છે. લગ્ન પછી વ્યક્તિના જીવનમાં ઘણી વસ્તુઓ બદલાઈ જાય છે. અને ઘણી નવી વસ્તુઓ ની શરૂઆત થાય છે.

એમ પણ કહેવામાં આવે છે કોઈપણ વ્યક્તિના લગ્ન પછી તેની નવી જિંદગીની શરૂઆત થાય છે. કદાચ આ કારણથી ખુબ રિતી રિવાજો પછી લગ્નની વિધિ પૂર્ણ થતી માનવામાં આવે છે.

એમાં થોડી પણ ભૂલ વ્યક્તિની નવી જિંદગીમાં આવનારી પરેશાનીઓનું કારણ બની શકે છે. આ કારણે લગ્નની રશમ ખુબજ વિધિપૂર્વક નિભાવવામાં આવે છે.

પરંતુ ક્યારેક ક્યારેક ખબર ના હોવાના કારણે અમુક એવી ભૂલ થઈ જાય છે, જેનાથી નવદંપતીના જીવનમાં પરેશાનીઓનું કારણ બની જાય છે.

જેમકે આપણે બધા જાણીએ છે કે દીકરીના લગ્નમા માતા પિતા પોતાના સામર્થ્ય મુજબ પોતાની દીકરીને કંઇકને કંઇક ભેટ તો આપે જ છે.

રૂપિયા પૈસા, ઘરેણાંથી લઈને ઘર ગૃહસ્થીનું અમુક સામાન આપે છે. આ પોસ્ટ દ્વારા અમે તમને એજ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે કે દીકરીના વિદાય સમયે શું આપવાથી બચવું જોઈએ.

તો ચાલો જાણીએ કઈ છે આ વસ્તુઓ –

ભગવાનની મૂર્તિ – ઘણા લોકો દીકરીના વિદાય સમયે ઉપહારની સાથે સાથે ભગવાનની મૂર્તિ પણ ભેટ સ્વરૂપે આપી દેતા હોય છે.

પરંતુ જ્યોતિષી મુજબ દીકરીની વિદાય સમયે ભગવાન ગણેશની મૂર્તિ ન આપવી જોઈએ. એવી માન્યતા છે કે ઘરની દીકરી ઘરની લક્ષ્મી હોય છે.

તેમજ  ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનુ સાથે હોવુ ધન અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં જ્યારે ઘરેથી દીકરીઓની વિદાય થતી હોય ત્યારે તેમની વિદાય વખતે ભગવાન ગણેશની મૂર્તિ ભેટ કરવાથી ઘરમાંથી જતી દીકરી ઘરની સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય સાથે લઈ જાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ દીકરીની વિદાય સમયે તેને ગણેશજીની મૂર્તિ ભેટ આપવાથી પિયરમાં ધનહાનિની સમસ્યા પણ ઉત્પન્ન થઈ જાય છે.

આ કારણથી દીકરીના વિદાય સમયે તેને ભગવાન ગણેશની મૂર્તિ ભેટ આપવાથી બચવુ જોઈએ.

RELATED ARTICLES

Most Popular

Recent Comments