તેલંગણાના નાગરકુર્નૂલના હોમગાર્ડ જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
મુજીદ નામના જવાન કૂતરાનો જીવ બચાવવા માટે પોતોના જીવ જોખમમાં નાખી દે છે. ભારે વરસાદને કારણે પૂરના પાણીમાં ફસાયેલા કૂતરાને બચાવવા માટે મુજીદ પોતાનો જીવ જોખમમાં નાખે છે.
ધસમસતાપ્રવાહ છતાં મુજીદ પાણીમાં ઊતરીને ઝાડીમાં ફસાયેલા કૂતરાને બચાવી રહ્યા છે.
ભારે જહેમત બાદ તે કૂતરાને બહાર કાઢે છે અને JCBની મદદથી તે બહાર નીકળે છે.