Monday, March 27, 2023
Home Ayurved રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે...

રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક

પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે…

શું તમે એ વાત જાણો છો કે, જો તમે સવારના પોરમાં રોજ ખાલી પેટે 4 ગ્લાસ એટલે કે એક લીટર પાણી પીવો તો તમે આજીવન અનેક બીમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવન જીવી શકો છો. આનાથી તમારું પાચનતંત્ર એકદમ દુરસ્ત રહે છે. મોટા ભાગની બીમારીઓ આપણા પેટમાંથી જ જન્મ લેતી હોય છે. જેથી જો સવારે પથારી છોડતા જ તમે ખાલી પેટે પાણી પીશો તો તમે આ તંદુરસ્તીને પોતાની પાસે રાખી શકશો.

વોટર થેરાપી ટ્રીટમેન્ટ.. આ ચલણ જાપાનના લોકોએ શરૂ કર્યુ. અહીંના લોકો સવારમાં ઉઠીને સીધા જ બ્રશ કર્યા વગર 4 ગ્લાસ પાણી પીવે છે. ત્યાર બાદ તે અડધો કલાક સુધી કંઈ પણ ખાતા નહીં. વોટર થેરેપી ટ્રીટમેન્ટ જાપનીઝ લોકો સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ વાતમાં કોઈ બેમત નથી કે,

જાપાની લોકો દુનિયાના સૌથી ઉર્જાવાન અને કુશળ લોકોમાંના એક છે. સવારના પોરમાં ખાલી પેટે પાણી પીવાના કેટલાય સારાં લાભ છે. જો તમે પણ આમ કરવાનું વિચારી રહ્યા છો તો, પ્રયત્ન એ જ કરજો કે, પાણી થોડું હૂંફાળું હોય, જેથી તમે બાદમાં કોઈ પણ તૈલીય પદાર્થ ખાવ તો પણ તે ચરબીના રૂપમાં તમારા શરીરમાં જમા ન થાય. તો ચાલો જાણી લો સવારમાં નરણાં કોઠે પાણી પીવાથી શરીરને ક્યા-ક્યા લાભ મળી શકે છે.

ધીરે ધીરે પડશે આદત.. રોજ સવારે ખાલી પેટે પાણી પીવું તે વોટર ટ્રિટમેન્ટ થેરાપી કહેવાય છે. પાણી પીવાના એક કલાક પહેલાં અને એક કલાક બાદ સુધી કંઈપણ ખાવું પીવું ન જોઈએ. એમાંય ઠોસ ખોરાક તો ભુલથી પણ ખાવા ન જોઈએ. શરૂઆતમાં આટલું પાણી પીવામાં તમને પરેશાન થશે જેના માટે બે ગ્લાસ પાણી પીને થોડીક મિનિટ રોકાઈ જવું પછી…

અન્ય બે ગ્લાસ પાણી પીવું આમ ધીરે-ધીરે તમને આદત પડી જશે. જ્યારે તમે આ થેરાપીની શરૂઆત કરશો તો તમને એક કલાકમાં બેથી ત્રણવાર પેશાબ માટે જવું પડશે. પરંતુ થોડાક દિવસ બાદ શરીર તેનાથી ટેવાઈ જશે અને પછી આ સમસ્યા પણ દૂર થઈ જશે.

રીત… -સવારે ઉઠતાંની સાથે બ્રશ કર્યા વિના ચાર ગ્લાસ પાણી પીવું. -બ્રશ કર્યાની 45 મિનિટ સુધી કંઈ ખાવું પીવું નહીં. -નાસ્તા, લંચ અને ડિનરના 15 મિનિટ બાદ બે કલાક સુધી કંઈ પીવું નહીં. -મોટી ઉંમરના લોકો માટે સવારે 4 ગ્લાસ પાણી પીવું મુશ્કેલ બની જાય છે, જેથી તેમણે થોડું-થોડું પાણી પીવાથી શરૂઆત કરવી.

ફાયદા… પેટ સાફ આવે, જ્યારે તમે બહુ બધું પાણી પીશો ત્યારે તમને કુદરતી રીતે જ ટોયલેટ જવાની ઈચ્છા થશે. જો તમે આવી રીતે રોજ પાણી પીશો તો તમારા પેટની સિસ્ટમ ગંદકીને બહાર નીકાળશે અને તમારા પેટને સાફ કરશે. આથી જો તમને કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો ચોક્કસ આ રીતે પાણી પીવું જોઈએ…

શરીરમાંથી ગંદકી બહાર કાઢશે… પાણી શરીરમાંથી દરેક પ્રકારની ગંદકીને બહાર કાઢી દે છે. જ્યારે તમે ખુબ જ વધુ માત્રામાં પાણી પીને પેશાબ કરો છો, ત્યારે તમારા શરીરમાંથી મોટા પ્રમાણમાં ટોક્સિન કચરો નીકળી જાય છે. આથી જ ડોક્ટરો પણ હંમેશા મોટા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપતા હોય છે.

માથાના દુઃખાવાથી છુટકારો… કેટલીક વખત આપણા શરીરમાં અંદર પાણીની અછતના કારણે આપણને માથાનો દુઃખાવો થઈ જતો હોય છે. આથી પ્રયત્ન કરવું કે સવારમાં પેટ ભરીને પાણી પીવું.

મેટાબોલિઝ્મ વધારશે…
પાણી પીવાથી તમારા શરીરની પાચનશક્તિ 24 ટકા વધી જતી હોય છે. આનો સીધો અર્થ એવો થાય છે કે, તમે ભોજનને ઝડપથી પચાવી શકો છો અને આની સાથે તમે તમારું વજન પણ થોડું ઘટાડી શકો છો.

લોહી વધારશે…ખાલી પેટ પાણી પીવાથી શરીરમાં રેડ બ્લડ સેલ્સ ખૂબ જ ઝડપથી વધે છે. જેથી ધીરે-ધીરે શરૂ કરીને રોજ 4 ગ્લાસ પાણી પીવાની આદત અવશ્ય પાડવી. જેથી એનીમિયાના દર્દીઓ માટે પણ આ ઉપચાર અતિલાભકારી છે.

વજન ઘટાડશે… જો તમે વેટ લોસ ડાયટ કરી રહ્યા છો તો તમારે ખાલી પેટે ચોક્કસથી પાણી પીવાનું શરૂ કરી દેવું જોઈએ. આનાથી શરીરમાંથી ખરાબ ટ્રાન્સ ફેટ બહાર નીકળી જાય છે અને મેટાબોલિઝ્મ વધે છે.

ચહેરો ચમકદાર બને છે… સવારે ખાલી પેટે પાણી પીવાથી ચહેરા પરના ખીલ સાફ થઈ જતા હોય છે. એકવાર જો તમારું પેટ સાફ રહેવા લાગશે તો આ બીમારી આપોઆપ ઠીક થઈ જતી હોય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધશે… શરીરને બેલેન્સ રાખવા માટે પાણી ખુબ જ આવશ્યક તત્વ છે. પાણીથી તમારું શરીર રોગની સામે લડવા માટે શક્તિશાળી બનતું હોય છે. આથી રોજ સવારે ઉઠીને ખુબ જ પાણી પીવું જોઈએ…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments