Wednesday, February 1, 2023
Home Social Massage એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર લગાવ્યું આવું કંઈક..

એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર લગાવ્યું આવું કંઈક..

આગામી દિવસોમાં ગુજરાતમાં કમરતોડ દંડ સાથે ટ્રાફિક નિયમના કડક કાયદાનો સંભવતઃ અમલ થઇ રહ્યો છે. ત્યારે શહેરના એક ઇન્સ્યોરન્સ એજન્ટે દંડથી બચવા માટે પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવીંગ લાયસન્સ સહિતના ડોક્યુમેન્ટ લગાવી દીધા છે. એજન્ટે જણાવ્યું હતું કે, પોતાને ભુલવાની આદત હોવાથી મેં હેલ્મેટ ઉપર જરૂરી દસ્તાવેજો લગાવી દીધા છે.ટ્રાફિક કાયદાનું પાલન કરો તો દંડ ભરવાની સ્થિતી ઉભી થશે નહિં, અકસ્માતથી બચવા માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે શહેરના બકરાવાડી વિસ્તારમાં વિજયનગરમાં રામપાલ શાહ રહે છે. તેઓ ઇન્સ્યોરન્સ એજન્ટ તરીકે કામ કરે છે. બુલેટ ધરાવતા રામ પાલ હેલ્મેટ પહેરીનેજ પોતાનું વાહન ચલાવતા હતા.પરંતુ, આગામી દિવસોમાં કમરતોડ દંડ સાથે ગુજરાત સરકાર દ્વારા સંભવતઃ અમલ થનારા ટ્રાફિક નિયમના કાયદાથી બચવા માટે તેઓએ પોતાના હેલ્મેટ ઉપર ડ્રાઇવીંગ લાયસન્સ, આર.સી. બુક, પી.યુ.સી. અને વાહનના વીમાની કોપી લગાવી દીધી છે.આજે તેઓ રોડ પોતાની બુલેટ લઇને નીકળતા રોડ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રામપાલ શાહે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમના કાયદાનું પાલન કરવું મારી ફરજ છે. મારી પાસે બુલેટ છે. બીજુ કે મને ભુલવાની આદત હોવાથી હેલ્મેટ ઉપર મેં ટ્રાફિક નિયમના તમામ દસ્તાવેજો લગાવી દીધા છે. ટ્રાફિક પોલીસ ઉભા રાખે ત્યારે તેઓને હેલ્મેટ બતાવી દઉં છું.અકસ્માતથી બચવા હેલ્મેટ પહેરવું જરૂરી છે. આગામી દિવસોમાં વધુ દંડ સાથેનો કાયદો અમલમાં આવી રહ્યો છે. પરંતુ, જો દરેક વાહન ચાલક હેલ્મેટ પહેરે અને પોતાની પાસે તમામ દસ્તાવેજ રાખે તો દંડ ભરવાનો આવશેજ નહિં. લોકોને પણ મારી અપિલ છે કે, હેલ્મેટ પહેરો અને સાથે તમામ દસ્તાવેજ રાખો. અને દંડની રકમ ભરવાથી બચો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments