અધધ…. મંદિરના પાયામાં લાખોનું રૂપિયાનું ધી અને દૂધ રેડાયું
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં ગુજ્જર સમાજ દ્વારા દેવનારાયણ ભગવાનનું મંદિર બંધાઈ રહ્યું છે.
આ સમાજના સભ્યોએ ભેગા મળીને આ નિર્માણાધિન મંદિરના પાયામાં 1.50 લાખ રૂપિયાનું 11 હજાર લિટર દૂધ, દહીં અને ચોખ્ખું ઘી રેડ્યું છે.
આ મંદિરના પાયામાં રેડાયેલી સામગ્રીમાં 1500 લિટર દહીં, 100 કિગ્રા ચોખ્ખું ઘી અને બાકીનું દૂધ સામેલ હતું. આ રીતે દૂધની સામગ્રીનો વેડફાટ કરવા વિશે પૂછવામાં આવતાં સમાજના અગ્રણીઓએ કહ્યું કે આ તેમની પરંપરા છે,
અને દેવનારાયણ ભગવાન દૂધાળાં પશુઓનું રક્ષણ કરે છે એટલે તેમને આ ભેંટ ચડાવવામાં આવે છે. આશરે 1 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલું આ મંદિર બે વર્ષમાં તૈયાર થઈ જશે.