Tuesday, June 6, 2023
Home Know Fresh સાવધાન દૂધ પીતા પહેલા ભુલથી પણ આ વસ્તુનું કયારેય ના કરો સેવન,...

સાવધાન દૂધ પીતા પહેલા ભુલથી પણ આ વસ્તુનું કયારેય ના કરો સેવન, નહીંતર થઈ શકે છે, આ બીમારી…

આમ તો દૂધ સૌથી વધુ પૌષ્ટિક આહાર છે કારણકે એમાં વિટામિન, પ્રોટીન, લેકટોસ, સુગર અને મિનરલ જેવા પોષક તત્વો હોય છે. પણ ઘણી વખત ઘણી વસ્તુઓ સાથે દૂધનું સેવન કરવું નુક્શાનદાયક પણ હોઈ શકે છે. કોઈક એવા ખાદ્ય પદાર્થ હોય છે જેની સાથે દૂધનું સેવન ઘાતક સાબિત થઈ શકે છે. દૂધમાં કેલ્શિયમ હોય છે જેનાથી આપણા શરીરના હાડકા મજબૂત થાય છે પણ અમુક વસ્તુઓ સાથે દૂધનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

જયારે પણ આપણે કઈ ખાઈએ છીએ ત્યારે એ વસ્તુનો જે સ્વભાવ હોય છે તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. જુદા-જુદા ભોજનના જુદા-જુદા સ્વભાવ હોય છે. બે અલગ સ્વભાવવાળું ભોજન સાથે કરવાથી તેની અસર બદલાઈ જાય છે. એટલે જ આપણા આયુર્વેદમાં જાણવવામાં આવ્યું છે કે શેની સાથે શું ખાવું જોઈએ. કારણ કે તેના કેટલાક ફાયદા હોય છે અને કેટલાક નુકશાન પણ હોય છે.

આ જ રીતે દૂધ પીવાના કેટલાક નિયમો હોય છે. કેટલાક લોકો રાતે દૂધ પીવે છે, કોઈ સવારે પીવે છે, કોઈ ઠંડુ દૂધ પીવેછે તો કોઈ ગરમ કરીને પીવે છે. આ બધાની જ જુદી-જુદી અસર થાય છે અને અલગ અલગ ફાયદા થાય છે.

દૂધ આપણા સાવસ્થ્ય માટે બેહદ લાભકારી છે એને પીવાથી ઘણી એવી બીમારીઓથી બચી શકાય છે સાથે જ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે. એ આપણા શરીર સાથે આપણા મગજને પણ તેજ કરે છે. આપણે બધા જાણીએ છીએ કે દૂધ પીવાથી આપણા શરીરમાં નિખાર આવે છે પણ ગરમ દૂધ પીવાથી આપણે કયા લાભો થાય છે એ ઘણા ઓછા લોકો જાણે છે એટલે દૂધ પીવું ખૂબ જરૂરી છે.

દૂધ સાથે આપણે જે વસ્તુઓનું સેવન કરીએ છીએ એ બધાની સીધી અસર આપણા શરીર પર પડે છે. ઘણા બધા લોકો એ વાતથી અજાણ છે. આજે અમે તમને જાણવા જઈ રહ્યા છીએ કે દૂધ સાથે આપણે કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. દૂધ સાથે ક્યારેય દહીં ન ખાવું જોઈએ એને સાથે ખાવાથી એસીડીટી, ગેસ અને ઉલટીની સમસ્યા થઈ શકે છે. દહીં ખાધા પછી લગભગ દોઢ કલાક પછી દૂધ પીવું જોઈએ.

અડદની દાળ:

અડદની દાળ સાથે ક્યારેય દૂધનું સેવન ન કરવું એ આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું. દૂધ પીધા પહેલા કે પછી ક્યારેય ફળ ન ખાવા જોઈએ અને જો તમે એની સાથે સંતરા કે અનાનસ જેવા ખાટ્ટા ફળનું સેવન કરો તો તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે. એમનું સાથે સેવન કરવાથી ખાવાનું સાચી રીતે પાચન નથી થતું અને ઉલટીની સંભાવના વધે છે.

નમકીન વસ્તુઓ:

ઘણા લોકો દૂધની સાથે નમકીન બિસ્કિટ કે કોઈ મીઠાવાળી વસ્તુ ખાઈ લેતા હોય છે પરંતુ એનાથી દૂધમાંથી મળવાવાળા પોષક તત્વોમાં વધુ પડતી કમી આવી જાય છે.

પ્યાજ/ડુંગળી:

દુધ પીવા પહેલા કે તરત જો કાચી ડુંગળીનું સેવન કરવામાં આવે તો સ્કિન ઇન્ફેક્શ થઈ શકે છે એનાથી દાદ ખુજલી જેવી કેટલીય સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.

મિર્ચ મસાલાવાળું ખાવાનું:

વધુ મિર્ચ મસાલાવાળા ખાવાનું ખાધા પછી દૂધ ન પીવું જોઈએ. એનાથી પાચન શક્તિ કમજોર થઈ જાય છે અને પેટમાં ગેસની સમસ્યા પણ થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments