આ તેલ પીઠ, કમર, હિપ, માંસપેશિઓ, સાંધા, ગોઠણ, ખભા, ડોક (સર્વાઈકલ સ્પોડોલાઈટિસ), વાથી ઉત્પન્ન થતાં તમામ પ્રકારના દુઃખાવામાં રાહત આપવામાં ખુબ જ કારગર સાબિત થાય છે.
જે તમારા શરીરમાં ક્યાંય પીડા તથી હોય તો આ તેલનો ઉપયોગ ચોક્કસ કરો. આ તેલ બનાવવામાં પણ ખુબ સરળ છે.
ચાલો જાણીએ તેલ બનાવવાની રીતઃ
લસણ અને અજમાનું તેલ
લસણની ચાર કળિયો લઈ તેને ફોલી તેને ત્રીસ ગ્રામ સરસિયાના તેલમાં નાખી દેવી. હવે તેમાં બે ગ્રામ (અરધી ચમચી) અજમાના દાણા નાખી ધીમા તાપે ગરમ થવા દો.
લસણ અને અજમા કાળા પડે ત્યાં સુધી તેને ગરમ થવા દો પછી તેને ગેસ પરથી ઉતારી થોડું ઠંડુ કરી ગાળી લો. આ હુંફાળા ગરમ તેલની માલિશ કરવાથી દરેક પ્રકારનો શરીરનો દુઃખાવો દૂર થઈ જાય છે. જરૂરિયાત પ્રમાણે તમે તેનું પ્રમાણ વધારી શકો છો.
કપૂરનું તેલ
10 ગ્રામ કપૂર 200 ગ્રામ સરસિયાનું તેલ બન્નેને બરણીમાં ભરી મજબૂત રીતે બંધ કરી દો ત્યાર બાદ શીશીને તડકામાં મુકી દો.
જ્યારે બન્ને વસ્તુ મિક્સ થઈ જાય ત્યારે તે તેલનું માલિશ કરવું. વાથી થતા દુઃખાવા, નસોથી થતો દુઃખાવો, પીઠ અને કમરનો દુઃખાવો, હિપનો દૂઃખાવો, માસપેશિયોનો દુઃખાવો અને અન્ય બધા જ પ્રકારના દુઃખાવામાં તરત જ રાત મળે છે.
આ તેલ સરસિયા ઉપરાંત નારિયેળના તેલમાં પણ બનાવી શકાય છે. ચેતવણીઃ આ તેલને છાતી પર લગાવવાથી માતાનું ધાવણ બંધ થઈ શકે છે.