મહુવા, ભાવનગરનું ગૌરવ અને પદ્મશ્રી દુલા ભાયા કાગને તેમની જન્મજયંતી પર સ્મરણાંજલિ
૨૫/૧૧/૧૯૦૩ થી ૨૨/૨/૧૯૭૭ તેમણે જ્ઞાન , ભક્તિ અને નીતિ – આચારણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળી પદ્ય સર્જન કર્યું છે..
તેમની કવિતાઓમાં રાષ્ટ્રવાદી છાંટા પણ ઉપસે છે . તેમણે ગાંધીવાદી વિચાર ધારા અને ભૂદાન યોજના સંબંધીત રચનાઓ ગરબા સ્વરૂપે કરી હતી.
તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે.
તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે,કાગવાણી – ભાગ ૧ થી ૭ , વિનોબાબાવની , તો ઘર જાશે જાશે ધરમ , શક્તિચાલીસા , ગુરુમહિમા , ચન્દ્રબાવની , સોરઠબાવની , શામળદાસ બાવની તેમની ઉત્કૃષ્ટ રચનાઓ ……