Monday, March 27, 2023
Home Ajab Gajab પહેલીવાર ફરકાવવામાં આવી એકસાથે 2 ધજાઓ દ્વારકાધીશ મંદિરની ટોચ પર ! જાણો...

પહેલીવાર ફરકાવવામાં આવી એકસાથે 2 ધજાઓ દ્વારકાધીશ મંદિરની ટોચ પર ! જાણો કેમ ?

વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે દ્વારકાધીશના મંદિરે કંઈક એવું બન્યું જેને લઈ સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે. આ પ્રસિદ્ધ મંદિરે એકસાથે બે ધજાઓ ચડાવવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરે એકસાથે બે ધજાઓ ચડાવવામાં આવી હોવાનો આ પહેલો કિસ્સો છે.

દ્વારકાધીશ મંદિર પર પહેલીવાર 56 ગજની 2 ધજાઓ ચડાવવામાં આવી છે.

વાયુ વાવાઝોડાના એલર્ટના કારણે શ્રદ્ધાળુઓને દ્વારકા ન આવવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ તેમને દરિયા કિનારે પણ ન આવવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે શ્રદ્ધાળુઓની આસ્થા ન તૂટે તે માટે એકસાથે બે ધજા ચડાવવામાં આવી છે.

દ્વારકાધીશના મંદિરે 56 ગજની ધજા ચડાવવામાં આવે છે. ત્યારે વાવાઝોડાના એલર્ટ વચ્ચે મંદિરની ટોચના બદલે થોડે નીચે લાડવા ડેરા પર ધજા ચડાવવામાં આવી છે. જણાવી દઈએ કે, દ્વારકાધીશના મંદિરે દરરોજ 5 ધજા ચડાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા લોકોએ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. તેમ છતા 15 તારીખ સુધી વાવાઝોડાના એંધાણને પગલે તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. વાયુ વાવાઝોડાને કારણે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના કુલ 108 તાલુકાઓમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments