Sunday, May 28, 2023
Home Ajab Gajab IAS કરતા પણ વધુ છે કમાણી!

IAS કરતા પણ વધુ છે કમાણી!

IAS કરતા પણ વધુ છે કમાણી!

ગુજરાતની આ મહિલા ખેડૂતે કમાલ કરી, IAS કરતા પણ વધુ છે કમાણી!

દેશના વડાપ્રધાન દ્વારા આત્મ નિર્ભર યોજના થકી લોકો આત્મ નિર્ભર બને તે માટે ના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 2022 સુધી ખેડૂતો ની આવક બમણી થાય તે માટે સરકાર કટિબદ્ધ બની છે.ત્યારે બીજી તરફ દેશ માં પશુ પાલન ના વ્યવસાય થકી પણ પશુ પાલકો લાખો ની આવક મેળવતા થયા છે.ગુજરાત માં પશુ પાલન ના વ્યવસાય થી મહિલાઓ દૂધ માં થી આવક મેળવી પોતાના પરિવારો નું ગુજરાન ચલાવી સ્વમાનભેર જીવન ગુજારી રહી છે.ત્યારે બનાસકાંઠા માં એક મહિલા એ એક વર્ષ માં 87 લાખ નું દૂધ ભરાવી સમગ્ર જિલ્લા માં પ્રથમ નંબરે આવી એક ઉચ્ચ અધિકારી થી પણ વધારે આવક મેળવી છે.

IAS કરતા પણ વધુ કમાઈ છે પૈસા
15 પશુથી શરૂ કર્યો હતો વ્યવસાય
વર્ષે 80 થી 90 લાખની કરે છે આવક

બનાસકાંઠા જિલ્લા નો મુખ્ય વ્યવસાય પશુ પાલન અને ખેતી છે..ત્યારે એશિયાની નંબર વન બનાસડેરી થકી હજારો મહિલાઓ દૂધ ના વ્યવસાય થકી પોતાના પરિવારોનું ગુજરાન ચલાવી રહી છે. બનાસડેરી ના સ્થાપક સર્વગિય ગલબાકાકા નું સપનું હતું કે બનાસકાંઠા જિલ્લા ની દરેક સમાજ ની મહિલાઓ દાતરડાના હાથા પર પોતાના પરિવાર નું ભરણ પોષણ કરે તે હેતુ થી વર્ષો પહેલા બનાસડેરી ની સ્થાપના કરી હતી.જે બનાસડેરી થી આજે હજારો ઘરોમાં ખુશી જોવા મળી રહી છે.ત્યારે આજે વાત કરીશું બનાસકાંઠાના નગાણા ગામમાં રહેતા નવલબેન દલસંગભાઈ ચૌધરી. જેઓ ગત વર્ષ માં બનાસડેરીમાં દૂધ ભરાવવામાં અવ્વલ રહ્યા છે.

વર્ષ દરમિયાન તેમણે 87 લાખ રૂપિયાની આવક માત્ર પશુપાલન માંથી મેળવી છે, નવલબેને માત્ર 15 જેટલા પશુઓ થી પશુપાલન વ્યવસાયની શરૂઆત કરી હતી..પેટ પર પાટા બાંધી પોતાના ચાર નાના બાળકો ની માવજત સાથે રાત દિવસ કામ કરી આજે નવલ બેન આ મંજિલ પર પહોંચ્યા છે. અને આજે તેમની પાસે 150 જેટલા પશુઓ છે, 65 વર્ષની ઉંમરમાં પણ તેઓ અત્યારે દિવસના 10 કલાક કરતા પણ વધુ કામ કરે છે.નવલબેન્ન ચૌધરી એક દિવસ માં 800 થી 1000 લિટર જેટલું દૂધ મંડળીમાં ભરાવે છે..15 દિવશે 4 થી 5 લાખ રૂપિયા ની આવક તેમના ખાતા માં જમા થાય છે. જેમાં ખર્ચ ને બાદ કરતાં તેઓ 2 લાખ જેટલી બચત કરી રહ્યા છે.

છેલ્લા એક વર્ષથી સતત રોજનો 1000 લિટર દૂધ ભરાવી એક જ વર્ષમાં 87 લાખ રૂપિયાની આવક મેળવી છે. મહિલા પશુપાલક નું માનવું છે કે દરેક મહિલાઓએ કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી જોઇએ અને પશુપાલનનો વ્યવસાય એવો છે જેમાં ધીરે ધીરે આવક વધતી જાય છે પોતાનો પરિવાર પગભર થાય છે મહિલા આત્મનિર્ભર બને છે. અને એક કલેકટર કે કંપનીના સીઈઓ કરતા પણ વધુ કમાણી ઘરે બેઠા કરી શકાય છે, બનાસ ડેરી માં એક વર્ષ માં સૌથી વધુ દૂધ ભરાવી લાખોની કમાણી કરતી આ મહિલાને સૌથી વધુ દૂધ ભરાવવા નો એવોર્ડ મળતા અને અવ્વલ નંબરે આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે. અને સાથે જ હજુ પણ વધુ પશુઓ લાવી આગામી સમયમાં પણ તેઓ પશુપાલન વ્યવસાય માં અવ્વલ રહેવા માગે છે.

એક સમયે ગરીબ કુટુંબ માં થી આવતા નવલબેન દલસંગ ભાઈ ચૌધરી એ 10 વર્ષ પહેલાં 15 જેટલા પશુ થી પશુપાલન ની શરૂઆત કરી હતી આજે નવલબેન પાસે 120 દુધાળા પશુ સહિત 150 જેટલા પશુઓ છે.ટેકનોલોજી ના જમાનામાં અદ્યતન ટેકનોલોજી થી પશુપાલન નો વ્યવસાય કરી આજે બનાસકાંઠા મા સૌથી વધુ દૂધ ભરાવી રહ્યા છે. પશુપાલન નો વ્યવસાય શરૂ કરનાર નવલ બેન પાસે આજે 10 થી વધુ લોકો કામ કરે છે. નવલ બેન પોતે અભણ હોવા છતાં બાળકો ને ઉચ્ચ શિક્ષણ આપી અને પોતાની દીર્ઘદસ્ટિ નો પરિચય આ સ્વમાની મહિલા એ આપ્યો છે. બનાસડેરી દ્વારા એવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે. નવલ બેન પોતાના પતિ દલસંગ ભાઈ સાથે છેલ્લા કેટલાય વર્ષો થી પશુ પાલન નો વ્યવસાય કરી પોતાના પરિવાર નું ગુજરાન ચલવવા સહિત નવલ બેન એ નારી શશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.

બનાસકાંઠા માં દૂધ ના વ્યવસાય થકી હજારો પશુ પલકો હાલ સારી આવક મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે બનાસડેરી દ્વારા હાલ માં દૂધ માં પણ સારા ભાવ આપવામાં આવી રહ્યા છે..ત્યારે આ વખતે પશુ પલકો ને પણ બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા ઐતિહાસિક ભાવ ફેર આપતા પશુ પલકો માં ખુશી છવાઈ હતી.ત્યારે જિલ્લા માં દૂધ ભરાવી નવલ બેન ઉચ્ચ અધિકારી થી વધુ આવક મેળવી પ્રથમ નંબરે આવી મહિલાઓ માટે ઉતમ ઉતાહરણ પાર પાડ્યું છે

RELATED ARTICLES

Most Popular

Recent Comments