Thursday, November 30, 2023
Home News ભચાઉમાં સાડા દસ કલાકમાં 4 આંચકા

ભચાઉમાં સાડા દસ કલાકમાં 4 આંચકા

ભચાઉમાં સાડા દસ કલાકમાં 4 આંચકા

ભચાઉમાં સાડા દસ કલાકમાં 4 આંચકા, વિગોડી ફોલ્ટલાઇન સક્રિય થયા બાદ કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા

ભચાઉ નજીક શનિવારે વહેલી સવારથી લઇને બપોરે 2 વાગ્યા સુધીમાં 3.1ની તીવ્રતા સાથે એક સહિત 2થી વધુની તીવ્રતાના અન્ય ત્રણ આંચકા સાથે ધરા ધ્રુજી હતી. વિગોડી ફોલ્ટલાઇન સક્રિય થયા બાદ કચ્છમાં મોટા ભૂકંપની આશંકા વચ્ચે શનિવારે ભચાઉમાં સાડા દસ કલાકમાં ચાર કંપન અનુભવાયા હતા. તા.31/10ના વહેલી સવારે 4.25 કલાકે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં ભચાઉથી 8 કિ.મી.ના અંતરે 2.3ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

ત્યારબાદ સવારે 6.35 કલાકે ભચાઉથી 20 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 3.1ની તીવ્રતા સાથે કંપન અનુભવાયો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલુકાના જેસડા પાસે નોંધાયું હતું. આ ઉપરાંત સવારે 9.15 કલાકે ભચાઉ 23 કિ.મી.ના અંતરે ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં 2.4નો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્રબિંદુ તાલુકાના ચોબારીમાં નોંધાયું હતું. વધુમાં બપોરે 2.3 કલાકે ભચાઉથી 21 કિ.મી. દુર ઉત્તર-ઉત્તર-પશ્ચિમ દિશામાં 2.2ની તીવ્રતાના કંપન સાથે ધરા ધ્રુજી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments