બોર્ડ પરીક્ષા દરમિયાન બાળકો તેમજ વાલીઓ એ ધ્યાન રાખવાના અગત્યના મુદ્દાઓ.

Share

હાલમાં પરિક્ષો ચાલુ થવા જઈ રહી છે ત્યારે, ખાસ ધ્યાનમાં રાખવાની તકેદારીઓ…

આખા વર્ષની અથાક મહેનત વડે જે બધું સમજ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને કલમ સડસડાટ ચાલે.

માતા પિતાનું નામ રોશન કરો, એવી બોર્ડ નીપરીક્ષામાં બેસનાર બધાજ (પરીક્ષાર્થીઓને) બાળકોને મારી હર્દય પૂર્વક શુભેચ્છાઓ.

૧. તમારો વિશ્વાસ દ્રઢ રાખો.

૨. પરીક્ષાની હોલ ટિકિટ સાથે રાખો.

૩. કાંડા ઘડિયાળ અચૂક લઇ જાઓ.

૪. પરીક્ષા પહેલા ઘરેથી પાણી પીને નીકળો.

૫. પરીક્ષા સમયગાળા દરમિયાન ખાવામાં ધ્યાન રાખો.

૬. હોલ ટિકિટની ઝેરોઝ કઢાવી રાખો.

૭. પ્રતિબંધિત કેલ્ક્યુલેટર, મોબાઈલ કે અન્ય સાહિત્ય
સાથેના રાખો.

૮. exam પેડ સાથે રાખો.

૯. કમ્પાસમાં પુરા અને સારા સાધનો રાખો.. બુઠા અને જુના સાધનો તકલીફ કરશે.

૧૦. હાથ ઉંચો કરી સાહેબને તમારા પ્રશ્નો (પરીક્ષા સિવાયના), સમસ્યાઓનું નિરાકરણ કરવા વિનંતી કરશો. They will definitely help you.

૧૧. પુરવણીમાં કોઈ પણ પ્રકારનું ચિન્હ કરવું નહિ, જેમ કે, શ્રી ગણેશ લખવું, કે અન્ય કોઈ નામ લખવાની ટેવ વગેરે.

૧૨. સુપર વાઇઝર સાહેબની તમામ સુચનાઓનો કડક અમલ કરવો.

૧૩. કપડાં નવા હોય તેના કરતાં સહુલતવાળા હોય તો સારું.

૧૪. પ્રશ્ન પેપર ના બધા પ્રશ્નો લખવા. પ્રશ્નો છોડવા
નહિ.

૧૫. પ્રશ્ન પેપર પહેલાં પુરેપેરું વાંચો, જે પ્રશ્નો આવડતા હોય તેને પ્રથમ લખો.

૧૬. પરીક્ષાનું પેપર પૂરું થાય કે તરતજ ઘરે પહોંચવું, પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા હોય છે.

૧૭. જે પ્રશ્નપત્ર પૂરું થયું હોય તેની ચર્ચા ટૂંકમાં કરી પછીના પેપરની તૈયારીમાં લાગી જાઓ.

૧૮. યાદ રાખો, આ તમારી છેલ્લી પરીક્ષા નથી.
ઉત્સાહ અને આત્મવિશ્વાસથી પરીક્ષા આપો.

૧૯. યાદ રાખો, ઈશ્વર, હમેશા તમારી પડખે છે.

૨૦. પ્રશ્ન પેપર લખાઈ ગયા પછી બે વખત આખું
પેપર વાંચો. જેથી તમારી ભૂલ સુધારી શકો.

શુભેચ્છાઓ….


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *