એક મંદિર કે જ્યાં ચડાવવામાં આવે છે ચંપલ, ચશ્મા, ટોપી, ઘડિયાળ, એક મંદિર કે જ્યાં મા દુર્ગાને ચંપલ અને સેન્ડલ ચઢાવવામાં આવે છે.
સામાન્ય રીતે મંદિરમાં ચંપલ, સ્લીપર અથવા સેન્ડલ પહેરવા માટે પ્રતિબંધિત હોય છે, પરંતુ એક મંદિર છે જ્યાં માતા દુર્ગાને ચંપલ અને સેન્ડલ ચઢાવવામાં આવે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય લાગશે, પરંતુ આ બિલકુલ સત્ય છે. આ પાછળની કહાની સાંભળીને આશ્ચર્ય થશે.
આ મંદિર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં આવેલું છે. કોલાર વિસ્તારમાં એક નાની ટેકરી પર બાંધવામાં આવેલા આ મંદિરને મા દુર્ગાની સિદ્ધદાત્રી પહાડવાલા મંદિર કહેવાય છે, આ મંદિરને લોકો જીજીબાઇ મંદિર તરીકે ઓળખે છે.
ખરેખર, આ મંદિરમાં લોકો મન્નત માાંગે છે અને પૂર્ણ થવા પર માતા દુર્ગાને નવા ચંપલ ચઢાવે છે. ચંપલ સાથે સાથે ઉનાળામાં દુર્ગા મા ને ચશ્મા, ટોપી અને ઘડિયાળ પણ ચઢાવવામાં આવે છે. આ અનોખી પરંપરા લગભગ 20 વર્ષછી ચાલે છે.
આ મંદિરમાં ચંપલ ચડાવવા પાછળ કહાની છે કે ઓમ પ્રકાશ મહારાજ નામના એક શખ્સે આ મૂર્તિને સ્થાપના સાથે શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા હતા અને પોતે જ કન્યાદાન આપ્યું હતુ. ત્યારથી તે મા સિદ્ધદાત્રીની પોતાની પુત્રી માનીને પૂજા કરે છે અને સામાન્ય લોકોની જેમ પુત્રીની ઇચ્છા પૂરી કરે છે.
ઓમ પ્રકાશ મહારાજ એક પુત્રીની જેમ મા દુર્ગાની સંભાળ રાખે છે. તે સમજાવે છે કે અનેક વખત તેને અનુભવ થાય છે કે મા દુર્ગાને તેમના દ્વારા પહેરાવવામાં આવેલા કપડાથી ખુશ નથી તો બે-ત્રણ કલાકમાં જ તેના કપડા બદલે છે.
ઓમપ્રકાશ મહારાજ કહે છે કે જીજીબાઇ માતાના મંદિરમાં તેના ભક્તો વિદેશમાંથી પણ ચંપલ મોકલાવી ચુક્યા છે. કારણ કે મંદિરમાં આવનાર અનેક લોકો વિદેશ સ્થાયી થયા છે. ક્યારેક સિંગાપુર તો ક્યારેક પેરિસથી પણ ચંપલ આવી છે. એક દિવસ ચંપલ ચઢાવ્યા બાદ તે ચંપલને લોકોને વેંચવામાં આવે છે.