Thursday, September 28, 2023
Home Ayurved તમને કેરીની સાથે શરીરમાં ઝેર પણ પધરાવી રહ્યાં છે. કારણ કે, ઝેરી...

તમને કેરીની સાથે શરીરમાં ઝેર પણ પધરાવી રહ્યાં છે. કારણ કે, ઝેરી કાર્બાઈડની જેમ હવે તો કેરી પકવવા માટે ઈથિલિનનો પણ વપરાય છે…

કાળઝાળ ઉનાળાની સાથે મધમીઠી કેરીની સિઝન પુરબહારમાં આવી ગઈ છે અને લોકો પણ મનભરીને સ્વાદ માણી રહ્યાં છે. પરંતુ લોકોને ખબર નથી કે તેઓ કેરીની સાથે શરીરમાં ઝેર પણ પધરાવી રહ્યાં છે. કારણ કે, ઝેરી કાર્બાઈડની જેમ હવે તો કેરી પકવવા માટે ઈથિલિનનો પણ લાપરવાહીથી જોખમી ઉપયોગ થાય છે. આ ચાઈનિઝ પડીકી ગેરકાયદે નથી, પણ તેના વપરાશમાં નિયમોનું ઉલ્લંઘન કરીને જનઆરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યાં છે.

સૌરાષ્ટ્રની ફ્રૂટ મારકેટોમાં સિઝનલ કેરી જ નહીં, કેળા, પપૈયા, દાડમ, તરબૂચ પણ અવનવા કેમિકલ અને ટેકનિકથી કૃત્રિમ રીતે પકવવાનો ધંધો ચાલે જ છે.

કેરી અને કેળા જેવા ફળો ઝડપથી પકવવા માટે છેલ્લા પાંચ દાયકાથી ઝેરી કેલ્શિયમ કાર્બાઈડનો થતો ઉપયોગ ખુબ જ વધી જતાં સરકારી તંત્રએ જ ઓછા જોખમી ઈથિલિનનો વિકલ્પ અમુક ગાઈડ લાઈન સાથે અમલી કર્યો છે. આ સાથે કેન્દ્ર સરકારે ચીનથી ઈથિલિનની આયાતને મંજૂરી પણ આપી છે. આમ, ઈથિલિન પર કાયદાની દ્રષ્ટિએ પ્રતિબંધ નથી, પરંતુ વપરાશ મામલે ફૂડ સેફટીનાં અમુક નિયમો છે.

જેમ કે, ઈથિલિન રાઈપનરની ૧૦ ગ્રામની પડીકીને ૫-૧૦ સેકન્ડ પાણીમાં ઝબોળ્યા બાદ કેરીનાં સીધા સંપર્કમાં ન આવે એવી રીતે નિયત અંતરે ૨૪ કલાક મુકી શકાય છે. જો કેરીની પેટીમાં ઈથિલિનની પડીકી રાખવામાં આવે તો કેલ્શિયમ કાર્બાઈડ જેવી જ અસર કરે છે એટલે એ ગેરકાયદે છે, એમ જામનગર મહાપાલિકાનાં સુત્રોનું કહેવું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ થોડા મતાંતર સાથે કહે છે કે, ઈથિલિન રાઈપનિંગ ચેમ્બર પધ્ધતિથી કેરી જેવા ફળ પકાવવાનું કાયદેસર છે..રાઇપીગ ચેંબેર.. એટલે પટારા કે એના જેવા બંધ ખૂણામા કાગળને શણનિ ગુણી વગેરની લેયર કરી ઘાસ પર કેરી ગોઠવી પાછું લેયર ઢાંકી ને.. કે.. ઘઉં વગેરેના પીપળામા મુકી પકવી શકાય.. પણ ૪..૬.. દિવસો રાહ જોવી પડેને દિવસમા એક વખત ખોલીને હવા ખવડાવી પડે…૧..૧.. નંગ ફેરાવ વો પડે…..

જયારે ઈથિલિનની પડીકીથી કેરી પકાવવી આરોગ્ય માટે જોખમી અને નિયમો વિરૂધ્ધ છે. જેમાં રૂા ૨ લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે. ઈથિલિન એક જાતનો પાવડ ર છે, જે ગેસમાં પરાવર્તીત થઈને ૪૮ કલાકમાં કેરીને પકવી દયે છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો હાલ તાલાલા માર્કેટ યાર્ડમાં દરરોજ ૨૦-૨૨ હજાર જેટલા કેસર કેરીનાં બોકસનાં ખરીદ – વેચાણ થાય છે. આ ઉપરાંત અનેક વેપારી કે ખેડૂતો સીધુ પણ વેચાણ કરે છે. જેથી દરરોજ સૌરાષ્ટ્રમાં અંદાજીત ૪૦ હજાર બોકસ એટલે કે ૬ લાખ કિલો કેરીનું વેચાણ અને ખરીદી થાય છે. જયારે વલસાડની હાફૂસ કેરીનાં પણ ૨૦થી ૨૫ હજાર બોકસ ઠલવાઈ રહ્યાં છે.

જેમાં મોટાભાગની કાચી કેરીને ઝડપથી પકાવીને વેચવા માટે કેલિશમય કાર્બાઈડ અને ઈથિલિન રાઈપનર પડીકીનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈથિલિનની પડીકી આવતા કાર્બાઈડનો વપરાશ ઘટયો છે, પણ સસ્તો પડતો હોવાથી ચાલુ જ છે. કેમ કે, એક કિલો કાર્બાઈડનો ભાવ રૂા ૮૦થી રૂા ૧૦૦ છે. જયારે ઈથિલિનની ૧૦ ગ્રામની એક પડીકીનાં રૂા ૫ એટલે કે એક કિલોનાં રૂા ૫૦૦ જેવો ભાવ છે.

કાર્બાઈડ તો પ્રતિબંધીત જ હોવાથી સરકારી તંત્રવાહકો સમયાંતરે દરોડા પાડીને પકડી પાડે છે, પણ ઈથિલિન મામલે ફકત વપરાશની ગાીડલાઈન હોવાથી સરકારી તંત્રમાં જ મતમતાંતર સાથે અસમંજશ સર્જાઈ છે. જેથી ઈથિલિન મામલે સરકારે સત્વરે જાગીને યથાયોગ્ય નિર્ણય લેવાની જરૂરીયાત ઉભી થઈ છે.

ફળો – શાકભાજીમાં પૌષ્ટિક તત્વોનો નાશ…

ઝેરી કેલ્શિયમ કાર્બાઈડ ઉપરાંત ઈથિલિન પડીકીથી નિયમોનું ઉલ્લંઘન કરીને ફળો ઉપરાંત કેટલાક શાકભાજી પણ પકવવામાં આવે છે. પરિણામે આવા ફળો અને શાકભાજી ગણતરીની કલાકોમાં પાકી તો જાવ છે પણ તેમાં વિટામીન, નાઈસીન, થાઈમીન, રાઈબોફલેવીન જેવા સુપાચ્ય અને પૌષ્ટિક તત્વોનો નાશ થઈ જાય છે, તેમ તબીબી સુત્રોનું કહેવું છે.

કૃત્રિમ રીતે પકવેલા ફળોથી આરોગ્યને અસર * કેન્સર થવાનું જોખમ* મોઢામાં ચાંદા* આંતરડામાં ચાંદા* ગળામાં દુઃખાવો* ચક્કર આવવા* છાતમાં દબાણ* બ્લડપ્રેશરમાં વધ-ઘટ* ગભરામણ કે મુંજારો થવો* આંખો નબળી થવી* ચામડીને લગતી તકલીફ,

ફળો પકવવા વપરાતા પદાર્થ – પ્રવાહી – ગેસ * કેલ્શિયમ કાર્બાઈડ..*  ઈથિલિન..*  કાર્બન મોનોકલાઈડ..*  પ્યુટ્રીજીયન..*  પોટેશ્યમ સલ્ફેટ..*  ઈથિફ્રોન…*  એસીલીટીન ગેસ..*  ઓક્સિટોસીન..

માત્ર એક દિવસમાં પાકી જાય છે કાચી કેરી, કાર્બાઈડમાંથી નિકળતો એસીટીલીન ગેસ નોતરી શકે છે કેન્સર, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટકથી સૌરાષ્ટ્રમાં ઔદ્યૌગિક એકમો અને ગેસ વેલ્ડીંગમાં ઉપયોગનાં બહાને ઠાલવાતો જથ્થો કૃત્રિમ રીતે કેરી પકવવાની રૈપનિંગ ચેમ્બર જેવી સારી પધ્ધતી પણ છે, પરંતુ તેમાં ચાર પાંચ દિવસનો સમય લાગતો હોવાથી વેપારીઓ વર્ષોથી જોખમી કેલ્શિયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા આવ્યા છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ તથા આરોગ્ય વિભાગનાં સુત્રો કહે છે કે, કાર્બાઈડનો કોઈપણ ખાદ્ય પદાર્થોમાં સીધો કે આડકતરી રીતે ઉપયોગ કરવા પર પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટ્રીશન એકટ હેઠળ ભારત સરકારે પ્રતિબંધ લગાડયો છે. કાર્બાઈડમાં હાનિકારક અને જોખમી આર્સેનિક તથા ફોસ્ફરસ હોય છે. ખૂબ જલદ ગણી શકાય તેવા કાર્બાઈડમાંથી એસીટીલીન નામનો ઝેરી ગેસ નીકળે છે, જે એટલી ગરમી ઉત્પન્ન કરે છે કે એક દિવસમાં જ સાવ કાચા ફળ પણ પાકી જાય છે. એસીટીલીન ગેસથી પકવેલા ફળો ખાવાથી કેન્સર થવા સુધીનું જોખમ રહે છે.

નોંધનીય છે કે, કેલ્શિયમ કાર્બાઈડની શોધ સન ૧૮૮૮માં થઈ હતી. ઈલેકટ્રીક આર્ક  ભઠ્ઠીમાં ચુના અને કોક કોલસાનું મિશ્રણ કરીને ૨૦૦૦ સેન્ટીગ્રેડ તાપમાને પ્રક્રિયા થવાથી બનતો કેલિશમય કાર્બાઈડ રાખોડી કે કથ્થાઈ રંગનો પથ્થર જેવો  હોય છે. કેટલાક હાઈ પાવર ઉદ્યોગો ઉપરાંત ગેસ વેલ્ડીંગ માટે મોટાપાયે કાર્બાઈડનો ઉપયોગ થાય છે.

તેના ઉત્પાદનમાં ચીન નંબર વન છે. ગુજરાતમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં રાજકોટને કાર્બાઈડનું પીઠું ગણવામાં આવે છે. અમદાવાદ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક તરફથી રાજકતોટમાં દરરોજ ૩૦૦ કિલોથી વધુ કાર્બાઈડનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. રાજકોટથી સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો – ગામોનાં વેપારીઓ પણ કાર્બાઈડ ખરીદી જાય છે, કાર્બાઈડ પર પ્રતિબંધની કડક  અમલવારીનાં કારણે ચીનનો ધંધો ભાંગતા ત્રણ ચાર વર્ષથી ઈથિલિન રાઈપનર પડીકીનો વિકલ્પ શોધીને વેચાણ શરૂ કર્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments