Friday, February 3, 2023
Home Useful Information LPG સિલિન્ડર પર સબસિડી ઉપરાંત મળશે એક્સ્ટ્રા કેશબેક

LPG સિલિન્ડર પર સબસિડી ઉપરાંત મળશે એક્સ્ટ્રા કેશબેક

LPG સિલિન્ડર પર સબસિડી ઉપરાંત મળશે એક્સ્ટ્રા કેશબેક

LPG ગેસ સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે, પરંતુ સબસિડી ઉપરાંત પણ તમે ગેસ બુકિંગ પર એક્સ્ટ્રા લાભ લઇ શકો છો. તમને ગેસની બુકિંગ પર કેશબેક મળે છે. તેના માટે તમારે Amazonથી તમારા LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ કરવાનુ રહેશે.

આ રીતે કરો ગેસનું બુકિંગ

સૌપ્રથમ Amazon મોબાઇલ એપને ડાઉનલોડ કરવાની છે, જો તમારા મોબાઇલમાં પહેલાથી જ આ એપ હોય તો Amazon Pay ઓપ્શનમાં જાઓ.

તે બાદ Bill Payments ઓપ્શનને ક્લિક કરો. તેમાં ગેસ સિલિન્ડરના વિકલ્પને ક્લિક કરો. તે બાદ ઓપરેટરને સિલેક્ટ કરો. Bharat Gas, HP Gas, Indane Gas માં કોઇ એકને સિલેક્ટ કરો. તે બાદ મોબાઇલ નંબર અથવા LPG ID નાંખો. ગેસ બુકિંગ પ્રક્રિયા શરૂ થઇ જશે અને તમારી બુકિંગ ડિટેલ્સ સામે આવી જશે.

LPG ગેસ બુકિંગ પર કેશબેક

જે તમે Amazon થી ગેસ બુકિંગ કરાવો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળે છે. આ કેશબેક સરકાર તરફથી મળતી સબસિડી ઉપરાંત હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઇએ કે Amazon Pay પર તમે Indane, Bharat Gas અને HP Gas નો સિલિન્ડર બુક કરાવી શકો છો. જો તમે ત્રણેયમાંથી કોઇપણ કંપનીના ગ્રાહક હોવ તો તમે Amazon ગેસ બુકિંગ પર તમને કેશબેકનો ફાયદો મેળવી શકો છો.

આ રીતે કરો પેમેન્ટ

Amazonથી જે સમયે તમે બુકિંગ કરશો તે જ સમયે તમારે પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટ કરવા માટે તમારી પાસે જે ઓપ્શન હશે તેમાં ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને યુપીઆઇ પણ સામેલ છે. જો તમારી પાસે Amazon Pay ખાતામાં પૈસા હોય તો તમે તેનો ગેસ બુકિંગમાં ઉપયોગ કરી શકો છો.

1 ડિસેમ્બર સુધી જ છે મોકો

Amazon દ્વારા પેમેન્ટ કરતાં જ તમને કન્ફર્મેશન મળી જશે. ગેસ બુકિંગ થવાથી ગેસ ડિસ્ટ્રીબ્યૂટર ગ્રાહકને બુકિંગ આઇડી મોકલે છે. આ રીતે ગેસ સિલિન્ડરના બુકિંગ બાદ તમને કેશબેક મળશે. પરંતુ તેના માટે 3 દિવસ રાહ જોવી પડશે. તમે 1 ડિસેમ્બર સુધી જ આ કેશબેક સ્કીમનો લાભ લઇ શકો છો.

સોર્સ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments