Friday, June 9, 2023
Home Entertainment FAU-G ગેમનું ટીઝર રિલીઝ

FAU-G ગેમનું ટીઝર રિલીઝ

FAU-G ગેમનું ટીઝર રિલીઝ

FAU-G ગેમનું ટીઝર રિલીઝ, દેખાઈ ગલવાનની ઝલક

PUBG ગેમ પર પ્રતિબંધ આવ્યા પછી FAU-G ગેમની રાહ જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. રવિવારે તેનો ફર્સ્ટ લુક જાહેર થયો છે. અક્ષય કુમારે દશેરાના દિવસે ટીઝર રિલીઝ કર્યું. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘આજે દુષ્ટ ઉપર સારાની જીતનો દિવસ છે. ફૌજીઓ મારે ઉત્સવ મનાવવા માટે આનાથી સારો કોઈ દિવસ ના હોય શકે.’ ટીઝરમાં ગલવાન ખીણ પર હેલિકોપ્ટર ઊડતા દેખાયા.

નવેમ્બર મહિનામાં ગેમ લોન્ચ થશે

અક્ષય કુમારે ટીઝર શેર કરીને લખ્યું, આજે જ્યારે આપણે દુષ્ટ ઉપર સારાની જીતનો ઉત્સવ મનાવી રહ્યા છીએ તો. આનાથી સારો દિવસ કયો હોઈ શકે કે આપણા નીડર અને એકતાના પ્રતિક જવાનો પોતાના ફૌજીઓને સલામ કરે. દશેરાના દિવસે રજૂ છે ફૌજીનું ટીઝર. તેની લોન્ચિંગ ડેટ નવેમ્બરમાં રાખી છે.

‘ભારત કે વીર ટ્રસ્ટ’ને રેવન્યૂનો ભાગ આપશે

બે મહિના પહેલાં જ્યારે અક્ષય કુમારે આ ગેમની જાહેરાત કરી હતી ત્યારે લખ્યું હતું, પીએમ મોદીની આત્મનિર્ભર મુવમેન્ટ પર સપોર્ટ કરતા આ એક્શન ગેમ પ્રેઝન્ટ કરીને ગર્વ થઇ રહ્યો છે. નીડર અને એકતાના ગાર્ડસ-ફૌજી. એન્ટરટેનમેન્ટથી આ ગેમમાં પ્લેયર્સ આપણા સૈનિકોના બલિદાનને જાણી શકશે. આ મોબાઈલ ગેમથી મળતું રેવન્યૂનો 20% ભાગ ભારત કે વીર ટ્રસ્ટને ડોનેટ કરવામાં આવશે.

પબજી પર પ્રતિબંધ આવ્યા પછી ફૌજીની જાહેરાત

ગલવાનમાં ભારત-ચીનના સૌનિકો વચ્ચે ઝપાઝપી પછી કેન્દ્રએ 29 જૂનના રોજ 59 ચીની એપ્સ, 27 જુલાઈએ 47 એપ અને 2 સપ્ટેમ્બરે 118 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે, પબજી મોબાઈલ અને ડેસ્કટોપ પર હજુ પણ અવેલેબલ છે, પરંતુ અક્ષય કુમારની જાહેરાત પછી સોશિયલ મીડિયામાં લોકોએ ફૌજીને લઇને પોઝિટિવ કમેન્ટ્સ આપી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments