સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું ફેસબુક પેજ હેક…
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું ફેસબુક પેજ હેક, જિલ્લા પોલીસ વડાને અપાઈ અરજી…
સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું ફેસબુક પેજ હેક થતાં મંદિર દ્વારા જિલ્લા પોલીસ વડાને અરજી આપી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સાળંગપુર ખાતે આવેલ પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનું ફેસબુક પેજ હેક થઇ ગયું છે. હેકરે પેજ પર હોલિવુડ ફિલ્મનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
ફેસબુક પેજ હેક
આ અંગે જણાવતા મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, ભક્તો ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકે તે માટે મંદિરનું ફેસબુક, ટ્વિટર અને ઇન્ટાગ્રામ પેજ બનાવવામાં આવ્યું છે.
ગઈકાલે સાંજે ફેસબુકનું પેજ હેક થયું છે. હેકરોએ પેજ પર હોલિવુડ ફિલ્મની વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. આ મામલે બોટાદ જિલ્લા વડાને અરજી આપી આપવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
સાળંગપુર
કષ્ટંભજનદેવ મંદિર સાળંગપુર દ્વારા પોલીસમાં અરજી દાખલ કરવામાં આવી.