ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરમાં આંગળી અડાડતા જ બાઇક થઇ જશે ચાલુ
ચાવીની જરૂર નહી પડે હવે બાઈક સ્ટાર્ટ કરવા માટે, આવી ગયું છે. ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર, સ્પર્શ કરતા જ બાઈક ચાલુ થઈ જશે.
ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના વેહીક્લને હાઈટેક બનાવવા માટે ઘણી બધી ફ્યુચર ટેકનોલોજીનો ઉપયોગ કરવા લાગી છે. આવી પરિસ્થિતિm આપ પોતાની જૂની બાઈકને એડવાન્સડ બનાવવા માટે નેવન એક્સપ્રેસ નામની વેબસાઈટ પર ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરને લાવી છે. કંપની આ બાઈક સ્ટાર્ટર માટેની રીક્વાયરમેન્ટને પૂરી કરે છે. કંપની દ્વારા નવી લાવવામાં આવેલ આ ટેકનોલોજીમાં ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટરની મદદથી ચાલક પોતાની બાઈકને કી- લેસ એન્ટ્રી પ્રાપ્ત કરી શકશે એટલે કે, ચાલકે બાઈકને ફક્ત પોતાની આંગળીથી સ્પર્શ કરવામાં આવતા જ બાઈક ચાલુ થઈ જશે.
ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર શું છે.?
આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર આપના સ્માર્ટફોનની જેમ કે પછી બાયોમેટ્રિક લોક કામ કરે છે તેવી રીતે કામ કરશે, એટલે કે, બાઈક ચાલકે પોતાની બાઈક માટે આ ફિંગરપ્રિન્ટ સ્ટાર્ટર લેતા પહેલા ચાલકે પોતાના ફિંગરપ્રિન્ટનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાર પછી જ બાઈક ચાલકની ફિંગરના સ્પર્શ કરવાથી જ બાઈક સ્ટાર્ટ ચાલુ થઈ જશે. આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટર ખાસિયત એવી છે કે, ચાલકે ત્યાર પછી ચાવીની જરૂરિયાત રહેશે નહી અને આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરથી બાઈકની સુરક્ષામાં વધારો થશે.
-આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરમાં આપ એક કરતા વધારે ચાલકોના ફિંગર પ્રિન્ટ ડેટાને સ્ટોર કરી શકો છો.
-ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરમાં એંટી- ટોઈંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. જેની મદદથી જો આપની બાઈકને ટોઈંગ કરી લેવામાં આવે છે તો આપને SMSની મદદથી એલર્ટ નોટીફીકેશન મળી જશે.
-ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરમાં એંટી- થીફ ફીચરની સુવિધાની સાથે સાથે GPS ટ્રેકર પણ સાથે જ આપવામાં આવ્યું છે.
-જો આપે આપની બાઈકમાં ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટર લગાવી દીધું છે તો આપને ત્યાર બાદ બાઈકને ચાલુ કરવા માટે બાઈકની ચાવીની જરૂરિયાત રહેશે નહી.
-આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટર ખાસ બાઈક માટે ડીઝાઇન કરવામાં આવ્યું છે બાઈકની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરને વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ ડીઝાઇન કરવામાં આવ્યું છે જેના લીધે આ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ આપ તમામ ઋતુ દરમિયાન કરી શકો છો.
આ પ્રોડક્ટને ખરીદવા માટે આપે રજીસ્ટ્રેશન કરાવવું રહેશે.
ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરને ખરીદવા માટે આપે ઓનલાઈન કંપનીની વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન કરવા માટે આપનું નામ કંપની, ઈ- મેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, શહેર, ગામ, દેશનું નામ અને આપનું પૂરું એડ્રેસ આપવાનું જરૂરી છે. આ સાથે જ ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરની ખરીદી કરનાર વ્યક્તિએ પોતાની માહિતીને સંબંધિત દસ્તાવેજો પણ સબમિટ કરવાના રહેશે. ત્યાર પછી જ કંપની આપની સાથે સંપર્ક કરશે. જો કે, અત્યાર સુધી ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરની કીમત વિષે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે એવું માનવામાં આવે છે કે, વર્ષ ૨૦૨૧માં આ પ્રોડક્ટ એટલે કે, ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરને ઓપન સેલ માટે બજારમાં મુકવામાં આવશે.
જયારે અન્ય કેટલીક કંપનીઓ આવી પ્રોડક્ટ બનાવી રહી છે ત્યારે જ એવી પણ ઘણી કંપનીઓ છે જેમણે આ પ્રકરની પ્રોડક્ટને બજારમાં લોન્ચ પણ કરી દીધી છે, તેમ છતાં ફિંગર પ્રિન્ટ સ્ટાર્ટરનો ઉપયોગ વધારે બાઈક્સમાં જોવા મળી રહ્યો નથી.