કલ્યાણપુરના કેશુપરમાં પરપ્રાંતીય મહિલાએ બાળકને જન્મ આપ્યો
2 બાળક વચ્ચે ઓછુ અંતર હોય કે પછી સગર્ભાને જોઇએ તેટલું પોષણ ન મળે તો પણ આવી ઘટના બનેઃ
ડો. મેહુલ મિત્રા
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં મજુરી માટે આવેલી પરપ્રાંતિય મહિલાએ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ચાર હાથ અને ચાર પગવાળા વિચિત્ર મૃત બાળકને જન્મ આપ્યો હતો.
ચેકઅપ કરાવ્યું ન હોવાથી રહી ગયેલી ખામીના કારણે આવું થયું હોવાનો મત તબીબી વર્તુળો વ્યકત કરી રહ્યા છે.
બાળકના જન્મથી પંથકમાં અને સ્થાનિક તબીબોમાં કૂતુહલ સર્જાયુ ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં સાંજે એક મહિલાએ ચાર-પગ અને ચાર-હાથવાળા વિચિત્ર મૃત બાળકને જન્મ આપ્યો હતો.
આ મહિલા પરપ્રાંતીય હોય અને મજૂરી અર્થે કલ્યાણપુરના કેશુપર ગામે રહેતી હોવાથી અગાઉ ક્યારેય તબીબી ચેકઅપ કરાવ્યું ન હતું.
પરિણામે અમુક પ્રકારની ખામી રહી જવાને કારણે બાળકમાં એક પ્રકારની બીમારી થઈ હોવાથી આવા બાળકનો જન્મ થયો..
હોવાનું તબીબી સૂત્રો કહી રહ્યા છે. ચાર હાથ અને ચાર પગ વાળા વિચિત્ર બાળકના જન્મથી ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ વિભાગમાં કૂતુહલ સર્જાયુ હતું,
જોકે, તબીબ અને નર્સિંગ સ્ટાફ દ્વારા બાળકની નોર્મલ ડિલેવરી કરાવવામાં આવી હતી. જોકે, બાળક મૃત જન્મ્યું હતું.
આ બાળકને જન્મ આપનાર મહિલાને અગાઉ ત્રણ બાળકો છે અને હાલ તેની તબિયત સારી હોવાનું તબીબ જણાવી રહ્યા છે.
સેલ્સમાંથી એકનાં બદલે ડબલ પગ બને ત્યારે આવું થાયઃ ડો. મેહુલ મિત્રા રાજકોટના ચાઈલ્ડ સ્પેશિયલિસ્ટ અને ગોલ્ડ મેડલિસ્ટ ડો. મેહુલ મિત્રાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે જ્યારે માતાના પેટમાં બાળકના પગ ડેવલપ થતાં હોય ત્યારે એટલે કે પ્રથમ 3 મહિનામાં જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે જે સેલ્સમાંથી એક પગ બનવાના બદલે ડબલ પગ બની ગયા હોય
ત્યારે આ પ્રકારની ઘટના બને છે. આવું ખાવા-પીવાના કે પછી દવાના કારણે ન બન્યું હોય પરંતુ કુદરતી વિકાસ થતો હોય ત્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે.
આવી ઘટનામાં બાળક લાંબો સમય જીવી શકે નહીં, કારણ કે, આપણને બાળકના બાહ્ય અંગો દેખાતા હોય છેકે તેને ચાર પગ અને હાથ છે,
પરંતુ શરીરની અંદર પણ કિડની અને લિવરમાં ખામી હોય છે.