Thursday, September 28, 2023
Home Gujarat સરકાર ખેડૂતોને આપશે રૂપિયા 15 લાખ

સરકાર ખેડૂતોને આપશે રૂપિયા 15 લાખ

ખેતી બનશે બિઝનેસ:સરકાર ખેડૂતોને આપશે રૂપિયા 15 લાખ,

કેવી રીતે મળશે અને શુ પ્રક્રિયા છે, આ FPO યોજના વિશે જાણો. સરકાર આ યોજના પાછળ વર્ષ 2024 સુધી રૂપિયા 6,865 કરોડ ખર્ચ કરશે..


ખેડૂતોને વચેટીયાઓથી મુક્ત કરવાની સરકારની યોજના ધરાવે છે ખેડૂતોને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે. હવે ખેડૂતોને રૂપિયા 15 લાખ સુધી મળી શકશે.

જોકે આ રકમ મેળવવા માટે કેટલીક શરતો છે. આ શરતોને આધારે જ આ રકમ મળી શકશે.

તેને PM કિસાન FPO યોજના 2020 નામ આપવામાં આવ્યુ છે. આ સાથે એવુ માનવામાં આવે છે કે તેનાથી ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શકે છે.સરકાર આ યોજના 2024 સુધી રૂપિયા 6,865 કરોડ ખર્ચ કરશે.

આ યોજનાનો ઉદ્દેશ શુ છે?
ખેડૂતોને આર્થિક રાહત પહોંચાડવા માટે કેન્દ્ર સરકારે તેની શરૂઆત કરી છે.જેથી વચેટીયાઓથી મુક્તિ મળી શકે. તેનો અર્થ ફોર્મર પ્રોડ્યૂસર ઓર્ગેનાઈઝેશન (FPO) એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠન છે.

15 લાખ રૂપિયા કેવી રીતે મળશે?
રૂપિયા 15 લાખ માટે એક FPOની રચના કરવામાં આવશે. તેમા ખેડૂતનું ગ્રુપ હશે. આ ગ્રુપને રૂપિયા 15 લાખ રૂપિયા મળશે.આ ગ્રુપમાં ઓછામાં ઓછા 11 ખેડૂત હોવા જોઈએ. આ 11 ખેડૂતે સંગઠન અથવા કંપની બનાવવી પડશે.

અહીં શુ પૈસા એક સાથે મળશે?
નહીં, આ પૈસા ત્રણ વર્ષમાં મળશે. એટેલ કે તે કેટલાક તબક્કાવાર મળશે.

તેનાથી શુ લાભ પહોંચશે
આ યોજનામાં પણ ગ્રુપના ખેડૂત હશે, જેમને અનેક પ્રકારના લાભ મળશે. દેશને ખેડૂતોને ખેતીમાં કારોબારની માફક લાભ આપવામાં આવશે. ખેડૂતો ખેતીને બિઝનેસ તરીકે તબદિલ કરવાની તક મળશે.

શુ ફક્ત એગ્રી કંપની બનાવવાથી રૂપિયા 15 લાખ મળશે?
નહીં, 11 ખેડૂતોએ એગ્રી કંપની બનાવ્યા બાદ તેને કંપની એક્ટ અંતર્ગત રજિસ્ટર્ડ કરાવવી પડશે,

જે ઉત્પાદક છે તેના લાભ માટે આ કંપનીએ કામ કરવું પડશે. તે અંતર્ગત સંગઠનોને રૂપિયા 15-15 લાખ રૂપિયા મળશે.

કયા રાજ્યને આ લાભ મળશે?
દેશના તમામ રાજ્યોના ખેડૂતોને તેનો લાભ મળશે. તમે ગમે તે રાજ્યમાં હોય, સંગઠન બનાવી શકો છો.

જો ખેડૂતો મેદાની વિસ્તારોમાં છે તો 300 ખેડૂતો પોતાની સાથે જોડી શકે છે. જો પહાડી વિસ્તાર જેવા કે ઉત્તરાખંડ અથવા અન્ય કોઈ હોય તો 100 ખેડૂતોને જોડી શકે છે.

અરજી કેવી રીતે કરશો?
અત્યાર સુધી સરકારે નોંધણીની પ્રક્રિયા શરૂ કરી નથી. આ માટે કેટલાક સમય બાદ સરકાર જ્યારે સંપૂર્ણપણે શરૂ કરશે ત્યારથી તમે અરજી કરી શકો છો.

ટૂંક સમયમાં આ માટેનું નોટિફિકેશન આવી શકે છ

Source : દિવ્યભાસ્કર

RELATED ARTICLES

Most Popular

Recent Comments